શોધખોળ કરો
Advertisement
Coronavirus: જ્યોતિરાદિત્ય સિંધિયાએ દાન કર્યું પ્લાઝ્મા, કહ્યું - દેશવાસીઓની સુરક્ષા કરવી તમામની ફરજ
જૂનના પ્રથમ અઠવાડિયામાં ભાજપ નેતા સિંધિયા અને તેમના માતા માધવી રાજે સિંધિયા કોરોના સંક્રમિત થયા હતા.
નવી દિલ્હી: ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે પ્લાઝ્મા દાન કર્યું હતું. સિંધિયાએ કહ્યું કે, દેશવાસીઓના જીવનની સુરક્ષા કરવું બધાની ફરજ છે. કોરોના સંક્રમણથી સ્વસ્થ થયેલા લોકોને સરકાર અપીલ કરી રહી છે કે, તે પોતાનું પ્લાઝ્મા દાન કરે. જેનાથી સંક્રમિતોને સારવારમાં મદદ મળી શકે.
ઉલ્લેખનીય છે કે, જૂનના પ્રથમ અઠવાડિયામાં ભાજપ નેતા અને તેમના માતા માધવી રાજે સિંધિયા કોરોના સંક્રમિત થયા હતા. તેના બાદ તેઓને સારવાર માટે દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર બાદ બન્ને સ્વસ્થ થઈ ગયા છે.
સિંધિયાએ પ્લાઝ્મા દાન કરવાની તસવીર ટ્વિટર પર શેર કરી છે. તેમણે લખ્યું કે, “સંક્રમણનો સામનો કરીને હું અને મારા જેવા હજારો અન્ય નાગરિક જે સ્વસ્થ થયા છે. તેમણે પોતાનુ પ્લાઝમા દાન કરી અન્ય સંક્રમિતોની સારવાર માટે મદદ કરવી જોઈએ. દેશવાસીઓના જીવની સુરક્ષા કરવી તમામની ફરજ છે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement