શોધખોળ કરો

West Bengal: પશ્ચિમ બંગાળની સરકાર બસ હવે 5 મહિનાની જ છે મહેમાન, બીજેપી નેતાના દાવાથી ખળભળાટ

BJP Vs TMC: તૃણમૂલ કૉંગ્રેસ (TMC) સામે હુમલાને વધુ તીવ્ર કરતા BJPએ રવિવારે (16 જુલાઈ) દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર માત્ર થોડા મહિનાની જ મહેમાન છે. ભાજપના દાવાને ફગાવીને ટીએમસીએ વળતો પ્રહાર કર્યો છે.

BJP Vs TMC: તૃણમૂલ કૉંગ્રેસ (TMC) સામે હુમલાને વધુ તીવ્ર કરતા BJPએ રવિવારે (16 જુલાઈ) દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર માત્ર થોડા મહિનાની જ મહેમાન છે. ભાજપના દાવાને ફગાવીને ટીએમસીએ વળતો પ્રહાર કર્યો છે. ટીએમસી વતી કહેવામાં આવ્યું છે કે બીજેપી નેતાઓ માત્ર જનતાનું સમર્થન ધરાવતી સરકાર વિરુદ્ધ નિવેદનો કરીને દિલ્હીમાં પોતાનું રેટિંગ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, બીજેપી સાંસદ શાંતનુ ઠાકુરે પોતાના લોકસભા ક્ષેત્ર બનગાંવમાં આયોજિત પાર્ટીના એક કાર્યક્રમમાં કહ્યું કે ટીએમસી સરકાર પાંચ મહિનાથી વધુ નહીં ચાલે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુરે કહ્યું કે, મમતા બેનર્જી સરકારની ઉપયોગિતા સમાપ્ત થઈ ગઈ છે. જો ટીએમસીએ તાજેતરમાં પૂર્ણ થયેલી પંચાયત ચૂંટણીમાં મોટા પાયે ગોટાળો ન કર્યો હોત તો ભાજપને હજારો વધારાની બેઠકો મળી હોત.

ભાજપના નેતા શાંતનુ ઠાકુરે બંગાળ સરકાર વિશે દાવો કર્યો 

શાંતનુ ઠાકુરે કહ્યું કે, આ (પંચાયત ચૂંટણી) ટીએમસી સરકારની દેખરેખ હેઠળની છેલ્લી ચૂંટણી હશે, જ્યાં રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી) સહિત તમામ રાજ્ય તંત્ર તટસ્થ અને નિષ્પક્ષ ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યા છે. શાંતનુ ઠાકુરે કહ્યું, મારો અંદાજ છે કે આ સરકાર પાંચ મહિનાથી વધુ નહીં ચાલે.

ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે - સુકાંત મજમુદાર

તો બીજી તરફ, પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે મીડિયાને કહ્યું કે,કોઈપણ સમયે કંઈપણ થઈ શકે છે. જોઈએ છીએ આગળ શું થાય છે. મજમુદારે કહ્યું કે, બની શકે કે, ટીએમસીના કુશાસન અને ડર સામે જાહેર બળવો થાય. કોણ જાણે TMC ધારાસભ્યો અચાનક મમતા બેનર્જીની કાર્યશૈલીને અનુસરવાની ના પાડી દે. હું એમ નથી કહેતો કે આવું થશે પણ રાજકારણમાં કંઈ પણ શક્ય છે.

સુભેન્દુ અધિકારીએ કેન્દ્રના હસ્તક્ષેપની માંગ કરી છે

તો બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં, વિપક્ષના નેતા શુભેંદુ અધિકારીએ પંચાયત ચૂંટણીમાં હિંસાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કલમ 355 લાગુ કરવાની માંગ કરતા પહેલા કહ્યું હતું કે રાજ્યમાં કેન્દ્રનો હસ્તક્ષેપ જરૂરી બની ગયો છે.અધિકારીએ કહ્યું હતું કે જો કે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી શકાતી નથી, પરંતુ જો તે બંધારણ મુજબ તેની ફરજ નિભાવવામાં નિષ્ફળ જશે તો તેને અરાજકતામાં ફેરવાતા બચાવવા માટે કેન્દ્રે હસ્તક્ષેપ કરવો પડશે.

ટીએમસીએ બીજેપી નેતાઓના નિવેદન પર જવાબ આપ્યો

ભાજપના નેતાઓના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા, TMCના રાજ્યસભા સાંસદ અને પ્રવક્તા શાંતનુ સેને કહ્યું, સુભેન્દુ અધિકારી સહિત આ તમામ ભાજપના નેતાઓ બે વર્ષ પહેલા સત્તામાં આવેલી સરકાર વિરુદ્ધ નિવેદનો કરીને દિલ્હીમાં તેમનું રેટિંગ વધારવા માટે બેતાબ છે. જંગી જનાદેશ સાથે મળીને ત્રીજી વખત સત્તામાં આવ્યા અને તેમને જંગી જનસમર્થન પ્રાપ્ત થયું.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

Embed widget