શોધખોળ કરો
2014ની જેમ પ્રચંડ બહુમતીથી 2019ની લોકસભા ચૂંટણીમાં જીતીશુંઃ અમિત શાહ
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઇ ગઇ છે. ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અગાઉ આયોજીત આ બેઠકમાં એસસી-એસટી એક્ટમાં સંશોધન બાદ જે હાલત ઉભી થઇ છે તેના પર ચર્ચા કરવામાં આવશે. પદાધીકારીઓ સાથે વાત કરતા અમિત શાહે કહ્યું કે, આપણે 2014થી વધુ પ્રચંડ બહુમત સાથે 2019માં જીતવાનું છે. આપણી પાસે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે. ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સિવાય તેલંગણા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.
વધુમાં અમિત શાહે કહ્યું કે, આપણે આગામી ચૂંટણીમાં બહુમત સાથે જીતીશું. સંકલ્પની શક્તિ કોઇને હરાવી શકે નહી. આ બેઠકમાં પાર્ટી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, તેલંગણા અને મિઝોરમને લઇને પોતાની રણનીતિ તૈયાર કરશે. આગામી થોડા મહિનામાં થનારી 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે સાથે 2019માં થનારી લોકસભા ચૂંટણી વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
Advertisement