શોધખોળ કરો

લખનઉમાં મોટી દુર્ઘટના, રિફિલિંગ દરમિયાન ઑક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ  થતા ત્રણના મોત, પાંચ ઘાયલ 

ચિનહાટનાં કેટી વેલ્ડીંગ સ્ટોર ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant)માં બપોરના ત્રણ વાગ્યે જમ્બો સિલિન્ડર રિફિલ કરતી વખતે એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં પ્લાન્ટમાં હાજર ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા

લખનઉ:  ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ (lucknow)માં મોટી દુર્ઘટના બની હતી. ઑક્સિજન સિલિન્ડર રિફિલિંગ (Oxygen Refiling) કરતી વખતે સિલિન્ડર ફાટવાથી ત્રણ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે પહોંચી પોલીસે રાહત અને બચાવ કાર્ય શરુ કરી દીધુ છે.  આ ઘટના ચિનહટના કેટી ઓક્સિજન પ્લાન્ટમાં બની હતી. 

પ્રાપ્ત જાણકારી અનુસાર, ચિનહાટનાં કેટી વેલ્ડીંગ સ્ટોર ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant)માં બપોરના ત્રણ વાગ્યે જમ્બો સિલિન્ડર રિફિલ કરતી વખતે એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં પ્લાન્ટમાં હાજર ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા જ્યારે પાંચ અન્ય લોકો ઘાયલ થયાં હતા. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર ડી.કે. ઠાકુર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક પ્રકાશ સહિતના અધિકારીઓ પ્લાન્ટ પર પહોંચ્યા હતા અને આ કેસની તપાસના આદેશ આપ્યા છે.

બ્લાસ્ટ એટલો ભીષણ હતો કે પ્લાન્ટની છત ઉડી ગઈ હતી. ડીએમનું કહેવું છે કે, મૃતક અને ઈજાગ્રસ્ત બધા પ્લાન્ટમાં કામ કરતા કર્મચારી છે, જ્યારે પોલીસ પણ બહારના કેટલાક લોકોના મોત અને ઘાયલ થવાની આશંકા વ્યક્ત કરી રહી છે. 

આ પહેલા  ગત અઠવાડિયામાં ઉત્તર પ્રદેશના કાનપુરના પનકી ઓક્સિજન પ્લાન્ટમાં રિફિલિંગ દરમિયાન ઓક્સિજન સિલિન્ડર ફાટવાથી એક શ્રમિકનું મોત નીપજ્યું હતું અને 2 ઘાયલ થયા હતા. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,82,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3780 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,38,439 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  બે કરોડ 6 લાખ 65 હજાર 148
  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 69 લાખ 51 હજાર 731
  • કુલ એક્ટિવ કેસ - 34 લાખ 87 હજાર 229
  • કુલ મોત - 2 લાખ 26 હજાર 188

છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

4 મે

3,57,299

3449

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523

16 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 04 લાખ 94 હજાર 188 ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget