દીકરીની છેડતી કરતાં બદમાશોને માતાએ ટપાર્યા ને પછી થયું એવું કે......
રોજના સમય પ્રમાણે તેઓ ઘરેથી કામ પર જવા નીકળ્યા હતા ત્યારે બલ્લમગઢ રોડ પર મંડી નજીક પહોંચ્યા ત્યારે એક બોલેરો કાર આવી અને તેમાં સવાર કેટલાક લોકો તેમની પુત્રીની છેડતી કરવા લાગ્યા.
પંજાબના મુક્તસર જિલલામાં ભાગસર રોડ પર દીકરીની છેડતીનો વિરોધ કરતી માતા પર બોલેરો ચડાવી દેવાની કમકમાટી ભરી ઘટના બની હતી. જેમાં માતાનું મોત થયું હતું. મૃતક મહિલાના પતિએ જણાવ્યું કે, તેની પત્ની અને પુત્રી બંને દાના મંડીમાં કામ કરવા જાય છે. રોજના સમય પ્રમાણે તેઓ ઘરેથી કામ પર જવા નીકળ્યા હતા ત્યારે બલ્લમગઢ રોડ પર મંડી નજીક પહોંચ્યા ત્યારે એક બોલેરો કાર આવી અને તેમાં સવાર કેટલાક લોકો તેમની પુત્રીની છેડતી કરવા લાગ્યા.
જેનો તેમની પત્નીએ વિરોધ કર્યો તો બદમાશો ઢીકાપાટુ મારવા લાગ્યા. આ દરમિયાન બોલેરો ચાલકે ગાડી તેમની પત્ની પર ચડાવીને કચડી નાંખી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું. ગાડીના ફૂટેજ સીસીટીવીમાં કેદ થયા છે. ઘટનાની સૂચના મળતાં જ પોલીસ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ધડાકો
વેકસીન મેદાન ખાતે યુવતી સાથે થયેલા સામુહિક બળાત્કારના કેસમાં પોલીસને સૌથી મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે આ કેસ સાથે સંકળાયેલા એક યુવકની ધરપકડ કરી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. યુવતી સાથે 36 સેકન્ડ વાત કરનાર ઇમરાનની પોલીસે અટકાયત કરી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઇમરાન છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં હતો. યુવતીનો મોબાઈલ પણ પોલીસને મળ્યો છે. વલસાડ રેલવે યાર્ડ વિસ્તારમાંથી મોબાઈલ મળ્યો હોવાનું પોલીસ સૂત્રે જણાવ્યું છે. હાલ પોલીસ ઘટના સ્થળે તપાસ કરી રહી છે.
પોલીસને યુવતીની સાયકલ શોધવામાં મોટી સફળતા મળી છે. પુનિત નગરના એ/13 બંધ બંગલાના પરિસરમાં સાયકલ છુપાવી હતી. સિક્યુટિ ગાર્ડ મહેશ રાઠવાએ સાયકલ ઝાડ નીચે કચરામાં છુપાવી હતી. યુવતી સાયકલ લઈને જતી હતી ત્યારે રીક્ષા ચાલકોએ સાયકલને ટક્કર મારી પાડી દીધી હતી. યુવતી સાથે વેકસીન મેદાન ખાતે દુષ્કર્મ થયું હતું.
તે જ જગ્યાએથી સિક્યુરિટી ગાર્ડે યુવતીની સાયકલ ઉઠાવી ઘરે લઈ ગયો હતો. સિક્યુરિટી ગાર્ડની દીકરી સાયકલ લઈને ફરતી હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. મહેશ રાઠવાના ધર્મપત્નીએ સ્વીકાર્યું કે તેમના પતિ સાયકલ ચોરી લાવ્યા હતા. ચોરીની સાયકલ હોવાના કારણે સાયકલના બંને ટાયર છુટા કરી સંતાડી દીધા હતા.
રેલવે એલ.સી.બી પોલીસે સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાના ઘરે સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન પીડિતા યુવતીની સાયકલનું એક ટાયર ઘરમાંથી મળી આવ્યું. એક ટાયર સિક્યોરિટી ગાર્ડે નજીકના ભંગારની દુકાનમાં વેચી દીધું હોવાનું સામે આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડના બે થ્રી વ્હીલર ટેમ્પો પણ મળી આવ્યા, જેની એફએસએલ તપાસ કરાવાશે. બીજા સિક્યુરિટી ગાર્ડ કમલેશ રાઠવાની પણ અટકાયત કરવામાં આવી છે. બંનેના કપડા પણ જપ્ત કરવામાં આવ્યા. જે એફ.એસ.એલ માં મોકલવામાં આવશે. ઓએસીસ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરનું પોલીસે ત્રણ કલાક સુધી વિડિયો રેકોર્ડિંગ સાથે નિવેદન પણ લીધું.





















