શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહિલાઓ સામે વધતા અપરાધથી ભડકી બોલીવુડની આ હોટ એક્ટ્રસ, PM મોદીને ટેગ કરી લખ્યું- બેટી બચાઓ માત્ર એક.....
અભિનેત્રીએ પ્રધાનમંત્રી મોદીને ટેગ કરીને લખ્યું, બેટી બચાઓ માત્ર એક અભિયાન સુધી સીમિત ન રાખી શકાય. હું તંત્રને કડક કાયદો લાગુ કરવા આગ્રહ રાખું છું.
નવી દિલ્હીઃ દેશમાં મહિલાઓ સામે વધી રહેલી યૌન હિંસા અને હત્યાથી બધા ઘણા પરેશાન છે. બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી તેનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું, બેટી બચાઓ માત્ર એક અભિયાન સુધી સીમિત ન રાખી શકાય પરંતુ તેને અમલમાં લાવવાની જરૂર છે. તેણે અનેક અહેવાલોની એક ઝલક શેર કરીછે.
શિલ્પા શેટ્ટીએ લખ્યું, આપણા દેશમાં મહિલાઓની સ્થિતિ અને ગરિમા ખૂબ નિરાશાજનક છે. છેલ્લા થોડા સમયથી આવી સ્થિતિ બની ગઈ છે. મોટાભાગની મહિલાઓઓ માટે દરરોજ બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. દુષ્કર્મ પીડિતાઓ અને તેમના પરિવારો પ્રત્યે ઉદાસીન તથા નિર્મમ વલણ પરેશાન કરી દેનારું હોય છે. દરેક ઉંમરની મહિલાઓ સાથે હિંસા તથા કુકૃત્યમાં જે પ્રકારની બર્બરતા આચરવામાં આવે છે તે અંગે વાંચીને મારા રૂંવાટા ઉભા થઈ જાય છે. હું એક દીકરાની માતા છું, પરંતુ મને નથી લાગતું કે તે દર્દને હું સુધી મહેસુસ કરી શકીશ, જેનો અહેસાસ દરરોજ દીકરીઓની મા કરતી હોય છે.
તેણે પ્રધાનમંત્રી મોદીને ટેગ કરીને લખ્યું, બેટી બચાઓ માત્ર એક અભિયાન સુધી સીમિત ન રાખી શકાય. હું તંત્રને કડક કાયદો લાગુ કરવા આગ્રહ રાખું છું. જે ન માત્ર ભવિષ્યના અપરાધીઓ પર રોક લગાવશે પરંતુ ટ્રાયલમાંથી પસાર થઈ રહેલા ગુનેગારોને પણ સજા આપશે. જય હિંદ. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) IND vs WI આજે બીજી T20: મેચમાં વરસાદ બની શકે છે વિલન, શું લોકલ બોય સંજુ સેમસનને મળશે મોકો ? Reliance Jio એ યૂઝર્સને આપી મોટી રાહત, ફરી શરૂ કર્યા આ બે જાણીતા પ્લાન દુકાનદારે શરૂ કરી અનોખી ઓફર, સ્માર્ટ ફોન ખરીદો અને મફતમાં મેળવો ડુંગળી? જાણો કેમ આવું શરૂ કર્યું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion