શોધખોળ કરો
Advertisement
દુકાનદારે શરૂ કરી અનોખી ઓફર, સ્માર્ટ ફોન ખરીદો અને મફતમાં મેળવો ડુંગળી? જાણો કેમ આવું શરૂ કર્યું
તમિલનાડુના પટ્ટુકોટ્ટઈમાં એક મોબાઈલ ફોન વેચતા દુકાનદારે સ્માર્ટફોન વેચવાનો નવો કીમિયો અજમાવ્યો છે. દુકાનદારે લોકોને સ્માર્ટફોનની સાથે ફ્રી ડુંગળી આપવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ દેશમાં ડુંગળીના વધતા ભાવથી દરેક લોકો પરેશાન છે. મોટાભાગના રાજ્યોમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગયો છે. આ સ્થિતિમાં તમિલનાડુના પટ્ટુકોટ્ટઈમાં એક મોબાઈલ ફોન વેચતા દુકાનદારે સ્માર્ટફોન વેચવાનો નવો કીમિયો અજમાવ્યો છે. દુકાનદારે લોકોને સ્માર્ટફોનની સાથે ફ્રી ડુંગળી આપવાની જાહેરાત કરી છે.
એસટીઆર મોબાઇલ નામથી દુકાન ચલાવતા સતીશ અલે જાહેરાત કરી છે કે જે લોકો તેની દુકાનમાંથી સ્માર્ટફોન ખરીદશે તેમને એક કિલો ડુંગળી મફત મળશે. અમે લોકો માટે કઈંક કરવા માંગતા હતા. ડુંગળીના ભાવ વધવાની સાથે અમે વિચાર્યું કે આ એક સારો વિકલ્પ હશે. જો તમે એક સ્માર્ટફોન ખરીદશો તો અમે 1 કિલો ડુંગળી ફ્રી આપીશું.
કાર માલિકની આ યોજનાની જાહેરાત બાદ લોકોની સારી પ્રતિક્રિયા મળી રહી છે. દુકાનમાં નવો ફોન ખરીદવા આવેલા ગ્રાહકે જણાવ્યું, મારે એક નવો સ્માર્ટફોન જોઈતો હતો અને ઘરમાં ડુંગળીની પણ જરૂર હતી. મને એક હાથમાં નવો સ્માર્ટ ફોન અને બીજા હાથમાં ડુંગળી મળી છે. ડુંગળીની વધતી કિંમતની સાથે મને લાગે છે કે આ મારા માટે જીતની સ્થિતિ છે.
અજીત પવાર સાથે કેમ લીધા હતા સીએમ પદના શપથ ? દેવેન્દ્ર ફડણવીસે હવે કર્યો આ દાવો
અમરેલીઃ માનવભક્ષી દીપડાનો આતંક યથાવત, બગસરાના લુંઘીયા ગામે મોડી રાત્રે દીપડાના બે હુમલા
મ્યૂઝિક છોડીને ખેતીવાડી કરી રહ્યો છે આ સિંગર, પિતા હતા બોલીવુડના જાણીતા કોમેડિયન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement