Bomb Threat Onboard: ચીન જઇ રહેલા ઇરાનના વિમાનમાં બોમ્બ હોવાની સૂચના, ભારતીય એરફોર્સે મોકલ્યા બે સુખોઇ
ઈરાનના ફ્લાઈટમાં બોમ્બ મળ્યાના અહેવાલ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે.
ઈરાનના ફ્લાઈટમાં બોમ્બ મળ્યાના અહેવાલ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આ વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં હતું. ભારતે પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું ન હતું. એક રિપોર્ટ અનુસાર, ભારતીય વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ છે. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝ પરથી બે સુખોઈ એરક્રાફ્ટને વિમાનને ઘેરવા માટે મોકલ્યા હતા.
'Bomb threat' onboard Iranian plane over Indian airspace triggers alert, IAF jets scrambled
— ANI Digital (@ani_digital) October 3, 2022
Read @ANI Story | https://t.co/2vKAxcevDc#IAFPlanesScrambled #Bombthreat #IAF #China #Iran #IAFJets pic.twitter.com/w5hhXdnHD6
‘Bomb threat’ onboard Iranian passenger jet over Indian airspace, with final destination in China, triggers alert, IAF jets scrambled. The passenger jet is now moving towards China. Security agencies monitoring the plane: Sources pic.twitter.com/5Up2fHURxW
— ANI (@ANI) October 3, 2022
ભારતે પ્લેનને દિલ્હીમાં ઉતરવા દીધું નહોતું. એક રિપોર્ટ અનુસાર, સૂચના મળતા ભારતીય વાયુસેના પણ એલર્ટ થઇ ગઇ હતી. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝ પરથી બે સુખોઇ જેટને વિમાનની પાછળ મોકલ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, દિલ્હી એરબેઝ પર ઉતરાણ કરવા માટે વિમાને મંજૂરી માંગી હતી પરંતુ મંજૂરી આપવામાં આવી નહોતી. આ પછી તેની પાછળ બે સુખોઈ વિમાન તૈનાત કરવામાં આવ્યા હતા.
જોકે, બાદમાં પ્લેનમાં કોઈપણ પ્રકારનો બોમ્બ ન મળતા તેને ચીન તરફ જવાની મંજૂરી આપવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ ચીન તરફના માર્ગ પર ચાંપતી નજર રાખી રહી છે અને ભારતીય વાયુસેનાએ એર સ્ટેશનોને એલર્ટ પર રાખ્યા છે.ભારતીય એજન્સીઓ દ્વારા હજુ પણ વિમાન પર નજર રાખવામાં આવી રહી છે. એરક્રાફ્ટ પરથી તરફથી જ જાણ કરવામાં આવી હતી કે ફ્લાઈટમાં બોમ્બ છે. તેહરાનથી ચીનની આ ફ્લાઈટ તે સમયે ભારતના એરસ્પેસમાં હતી.એબીપી સંવાદદાતા મુજબ, આ ફ્લાઈટ મહાન એરલાઈન્સની છે. તેમણે કહ્યું કે, બોમ્બની કોઈ સત્તાવાર પુષ્ટી થઇ નથી, જો કે સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્લાઈટ ભારતીય હવાઇ ક્ષેત્રની બહાર નીકળી ગઇ છે.