જબલપુરઃ PM મોદી અને અમિત શાહની મિમિક્રી કરનાર યુવકનો વીડિયો વાયરલ થતાં પોલીસે યુવકની ધરપકડ કરી
જબલપુર પોલીસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મિમિક્રી (નકલ) કરનાર શખ્સની ધરપકડ કરી છે. મિમિક્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
![જબલપુરઃ PM મોદી અને અમિત શાહની મિમિક્રી કરનાર યુવકનો વીડિયો વાયરલ થતાં પોલીસે યુવકની ધરપકડ કરી Boy Arrested For Doing Mimicry Of Prime Minister Narendra Modi And Amit Shah જબલપુરઃ PM મોદી અને અમિત શાહની મિમિક્રી કરનાર યુવકનો વીડિયો વાયરલ થતાં પોલીસે યુવકની ધરપકડ કરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/19/8d066c9d3cea0d4ecac46b7049bc2412_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જબલપુર પોલીસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મિમિક્રી (નકલ) કરનાર શખ્સની ધરપકડ કરી છે. મિમિક્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. મામલો જબલપુરમાં ઓમતી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ઓમતી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એસપીએસ બઘેલે કહ્યું કે, "અમારી સામે એક વીડિયો આવ્યો છે જેમાં છોટી ઓમતીનો રહેવાસી આદિલ અલી પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની નકલ કરી રહ્યો છે. અને તે નકલ અશોભનિય હતી, અમે જાતે જ આ બાબતની નોંધ લીધી હતી અને યુવક વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેની ધરપકડ કરી છે."
શું હતો મામલોઃ
રિપોર્ટ અનુસાર, તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં કેટલાક છોકરાઓ બેઠા હતા. તેમાંથી એક યુવકએ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નકલ કરવાનું શરૂ કર્યું. આ દરમિયન નકલ કરતા આ યુવકનો વીડિયો તેની સાથે બેઠેલા એક મિત્રએ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વીડિયો તરત જ વાયરલ થઈ ગયો હતો. આ પછી, વીડિયો સામે આવતાની સાથે જ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને મામલાની જાતે જ સંજ્ઞાન લીધું હતું. પોલીસે આ યુવકની ધરપકડ પણ કરી હતી.
प्रधानमंत्री और केंद्रीय गृह मंत्री की मिमिक्री के जरिए आपत्तिजनक टिप्पणी करने वाले एक शख्स के खिलाफ कार्रवाई करते हुए उसे गिरफ़्तार किया है। मामले में प्राथमिकी दर्ज की गई है: एसपीएस बघेल, थाना प्रभारी, छोटी ओमती, जबलपुर (18.04) pic.twitter.com/jJRguTvDmQ
— ANI_HindiNews (@AHindinews) April 19, 2022
એક મિત્રએ વીડિયો વાયરલ કર્યો હતોઃ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાનો વીડિયો યુવકના મિત્રએ બનાવ્યો હતો. વીડિયોમાં બધા મિત્રો સાથે હતા તેમાંથી આદિલ નામના છોકરાની ઓળખ થઈ અને તેની ધરપકડ કરવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)