Earthquake in Delhi-NCR: દિલ્હી-NCR માં ફરી ભૂકંપના આંચકા આવ્યા, લોકો ઘરની બહાર દોડી આવ્યા
Earthquake in Delhi-NCR: દિલ્હી એનસીઆરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ શનિવાર, 12 નવેમ્બર 2022ની રાત્રે 7.57 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપવામાં આવી છે.
Earthquake in Delhi-NCR: દિલ્હી એનસીઆરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ શનિવાર, 12 નવેમ્બર 2022ની રાત્રે 7.57 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર દોડવા લાગ્યા હતા. ભૂકંપની જાણ થતા લોકો પોતાના ઘર અને ઓફિસની બહાર ખુલ્લી જગ્યાએ એકઠા થયા હતા.
Earthquake tremors felt across Delhi pic.twitter.com/rnZ4Pov0dk
— ANI (@ANI) November 12, 2022
આ પહેલા સાંજે 4.25 કલાકે ઉત્તરાખંડમાં પણ ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઋષિકેશ ભૂકંપનું કેન્દ્ર હતું. રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય રૂદ્રપ્રયાગમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી-NCRમાં ફરીદાબાદ, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, નોઈડા, હાપુડમાં પણ આંચકા અનુભવાયા હતા.
મુંબઈ એરપોર્ટ પર Shah Rukh Khan ને કેમ રોકવામાં આવ્યો ?
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને તેની ટીમને શુક્રવારે મોડી રાત્રે કસ્ટમ્સ વિભાગે મુંબઈ એરપોર્ટ પર રોકી હતી. લગભગ એક કલાકની પૂછપરછ બાદ શાહરૂખ ખાન અને તેની મેનેજર પૂજા દદલાનીને એરપોર્ટની બહાર નીકળતા જોવામાં આવ્યા હતા પરંતુ કિંગ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમ કસ્ટમ દ્વારા પકડાઈ ગયા હતા. અહેવાલો અનુસાર, શાહરૂખ ખાનની લાખો રૂપિયાની ઘડિયાળ ભારતમાં લાવવા, તેની બેગમાંથી મોંઘી ઘડિયાળોના ખાલી બોક્સ મળવા અને કસ્ટમ ડ્યુટી ન ચૂકવવા બદલ પૂછપરછ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો
શાહરૂખ ખાન તેની ટીમ સાથે એક બુક લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપવા માટે ખાનગી ચાર્ટર VTR-SG દ્વારા દુબઈ ગયો હતો. આ ખાનગી ચાર્ટર ફ્લાઈટ દ્વારા ગઈકાલે રાત્રે 12:30 વાગ્યે મુંબઈ પરત ફર્યા હતા. રેડ ચેનલ પાર કરતી વખતે, કસ્ટમને શાહરૂખ ખાન અને તેની ટીમની બેગમાંથી લાખો રૂપિયાની ઘડિયાળો મળી. આ પછી કસ્ટમે બધાને રોક્યા અને બેગની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન બેગમાંથી ઘણી મોંઘી ઘડિયાળો બાબુન અને ઝુર્બક ઘડિયાળ, રોલેક્સ ઘડિયાળના 6 બોક્સ, સ્પિરિટ બ્રાન્ડની ઘડિયાળ (આશરે રૂ. 8 લાખ), એપલ સીરીઝની ઘડિયાળો મળી આવી હતી.ઘડિયાળોના ખાલી બોક્સ પણ મળી આવ્યા હતા. જ્યારે કસ્ટમે આ ઘડિયાળોનું મૂલ્યાંકન કર્યું ત્યારે તેના પર 17 લાખ 56 હજાર 500 રૂપિયાની કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવી હતી. આ પછી, કરોડો રૂપિયાની આ ઘડિયાળો પર લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. એક કલાક સુધી ચાલેલી પ્રક્રિયા બાદ શાહરૂખ અને પૂજા દદલાનીને એરપોર્ટથી બહાર જવા દેવામાં આવ્યા હતા પરંતુ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમના સભ્યોને અટકાવવામાં આવ્યા હતા.
SRKના બોડીગાર્ડે કસ્ટમ ડ્યૂટી ભરી
મળતી માહિતી મુજબ, શાહરૂખ ખાનના બોડી ગાર્ડ રવિએ 6 લાખ 87 હજાર રૂપિયાનો કસ્ટમ ચૂકવ્યો છે. જેનું બિલ શાહરૂખ ખાનના બોડી ગાર્ડ રવિના નામે બનેલું છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર આ પૈસા શાહરૂખ ખાનના ક્રેડિટ કાર્ડથી ચૂકવવામાં આવ્યા છે. પુગલ અને કસ્ટમના આસિસ્ટન્ટ કમિશનર યુદ્ધવીર યાદવે આ સમગ્ર કાર્યવાહી કરી હતી. આ પછી, કસ્ટમે સવારે 8 વાગ્યે શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિને છોડી દીધો.