Breaking News LIVE: શ્રીલંકામાં દેખાવકારોએ રાષ્ટ્રપતિ હાઉસને ઘેર્યું, નિવાસ સ્થાન છોડીને ભાગ્યા રાજપક્ષે
Breaking News LIVE 9 July Updates: જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે
LIVE
Background
Breaking News LIVE Updates: જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો લાપતા હોવાનું કહેવાય છે. એનડીઆરએફ અને સેનાના જવાનો બચાવ કામગીરીમાં લાગેલા છે. કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. ઘાયલોને હેલિકોપ્ટરની મદદથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.
શ્રીલંકામાં વિરોધ વચ્ચે પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ કહી આ વાત
“I am a part of the protest and stand with people’s demand… this protest has been going on for over three months," said Sri Lankan former cricketer Sanath Jayasuriya to ANI on the recent protest in Colombo
— ANI (@ANI) July 9, 2022
(File Pic) pic.twitter.com/e4T4uOzK9Y
શ્રીલંકામાં વિરોધ વચ્ચે પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ કહી આ વાત
“I am a part of the protest and stand with people’s demand… this protest has been going on for over three months," said Sri Lankan former cricketer Sanath Jayasuriya to ANI on the recent protest in Colombo
— ANI (@ANI) July 9, 2022
(File Pic) pic.twitter.com/e4T4uOzK9Y
મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાનું નિધન
સમાજવાદી પાર્ટીનાૉ સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાનું નિધન થયું છે. સાધના ગુપ્તાને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ફેફસામાં ઈન્ફેક્શન હતું. છેલ્લા એક સપ્તાહથી તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી. આ અગાઉ તેમની સારવાર લખનૌની મેદાંતા હોસ્પિટલમાં ચાલતી હતી, પરંતુ જ્યારે તેની તબિયત બગડવા લાગી ત્યારે તેને એર એમ્બ્યુલન્સ દ્વારા ગુડગાંવ લાવવામાં આવ્યા, જે બાદ આજે તેનું નિધન થયું હતું.
શ્રીલંકામાં ફરી લોકોનો ફાટી નીકળ્યો આક્રોશ
શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે લોકોનો ગુસ્સો હજુ શમ્યો નથી. દેશભરમાં તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત વચ્ચે લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓના ટોળાએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, આ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ રાજપક્ષે તેમના નિવાસસ્થાનથી ભાગી ગયા.
દીવ નગર પાલિકામાં કોંગ્રેસના શાસનનો અંત
દીવ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. 15 વર્ષ બાદ દીવ પાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. અહીં છેલ્લા 15 વર્ષ થી કોંગ્રેસ નો કબ્જો હતો. દીવમાં કુલ 13 વોર્ડ પૈકી 7 વોર્ડનું આવ્યું પરિણામ જાહેર થયું છે અને તમામ સાતેય બેઠક ભાજપે જીતી છે. છ વોર્ડ પહેલા જ ભાજપે બિન હરીફ કબ્જે કર્યા હતા.આમ તમામ બેઠકો સાથે ભાજપે દીવ પાલિકા કબ્જે કરી.