BRICS: બ્રિક્સ સમિટમાં ભાગ લેવા સાઉથ આફ્રિકા જવા રવાના થયા PM મોદી, જાણો બેઠકનો એજન્ડા?
BRICS Summit South Africa: 2019 પછી પ્રથમ વખત બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નેતાઓ એક મંચ પર જોવા મળશે
BRICS Summit South Africa: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા હતા. BRICS સમિટ 22 થી 24 ઓગસ્ટ દરમિયાન જોહનિસબર્ગમાં યોજાશે. 2019 પછી પ્રથમ વખત બ્રિક્સ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નેતાઓ એક મંચ પર જોવા મળશે. કોવિડ-19 મહામારીને કારણે બ્રિક્સની બેઠક સતત ત્રણ વર્ષ સુધી વર્ચ્યુઅલ મોડમાં યોજાઈ હતી. રોગચાળા પછી આ પ્રથમ વખત છે જ્યારે BRICS સમિટ ઈન-પર્સન સમિટ હશે.
Delhi: Prime Minister Narendra Modi departs for Johannesburg, South Africa.
— ANI (@ANI) August 22, 2023
He is visiting South Africa from 22-24 August at the invitation of President Cyril Ramaphosa to attend the 15th BRICS Summit being held in Johannesburg under the South African Chairmanship. pic.twitter.com/ZP9x2lXJap
On 25th August I will be visiting Greece, a nation with whom India has civilisational contacts for centuries. I look forward to talks with @PrimeministerGR Kyriakos Mitsotakis. I will also be interacting with the Indian community there.
— Narendra Modi (@narendramodi) August 22, 2023
PM મોદી BRICS સમિટમાં ભાગ લેવા માટે 22 થી 24 ઓગસ્ટ સુધી જોહનિસબર્ગમાં રહેશે. આ દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળી શકે છે. આ સમિટ પછી આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દક્ષિણ આફ્રિકા તરફથી આમંત્રિત અન્ય દેશો ભાગ લેશે. પીએમ મોદી જોહનિસબર્ગમાં હાજર કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
Leaving for South Africa to take part in the BRICS Summit being held in Johannesburg. I will also take part in the BRICS-Africa Outreach and BRICS Plus Dialogue events. The Summit will give the platform to discuss issues of concern for the Global South and other areas of…
— Narendra Modi (@narendramodi) August 22, 2023
બે દેશોનો પ્રવાસ જતા અગાઉ પીએમ મોદીનું નિવેદન
દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાતે જતા પહેલા પીએમ મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, હું રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર 22-24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં જોહનિસબર્ગમાં યોજાનારી 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લઈશ. 2023 સુધી દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રહેશે. હું જોહનિસબર્ગમાં હાજર રહેલા કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરવા માટે પણ આતુર છું.
ગ્રીસની મુલાકાત અંગે પીએમ મોદીએ કહ્યું, 'હું ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સની મુલાકાત લઈશ. આ પ્રાચીન ભૂમિની આ મારી પ્રથમ મુલાકાત હશે. મને 40 વર્ષ બાદ ગ્રીસની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનવાનું ગૌરવ છે.
25 ઓગસ્ટે ગ્રીસ જશે પીએમ મોદી
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું 'જોહનિસબર્ગમાં પોતાના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન 25 ઓગસ્ટે સત્તાવાર મુલાકાત માટે ગ્રીસ જશે.'
દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં મદદ કરશે
વિદેશ સચિવે કહ્યું, "પીએમ મોદીની ગ્રીસની મુલાકાત દરમિયાન બંને દેશો વેપાર, રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ અંગે ચર્ચા કરશે. આ મુલાકાતથી બંને દેશોને ફાયદો થશે." આ મુલાકાત બંને પક્ષોને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં અને દ્વિપક્ષીય સંબંધોને વિસ્તૃત અને મજબૂત કરવામાં પણ મદદ કરશે.
મોદી-જિનપિંગની મુલાકાત પર વિદેશ સચિવે શું કહ્યુ?
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ સોમવારે જણાવ્યું હતું કે જોહનિસબર્ગમાં બ્રિક્સ સમિટની બાજુમાં વડા પ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠકોના કાર્યક્રમોને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. જોકે, તેમણે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાતની શક્યતા અંગેના પ્રશ્નોના કોઈ સીધો જવાબ આપ્યો ન હતો.