શોધખોળ કરો

10 વર્ષમાં દેશમાં 93,000 શાળાઓને લાગ્યા તાળા! સૌથી વધુ યુપી અને એમપીમાં; સંસદમાં સરકારે આપ્યા આંકડા

ગરીબ વિદ્યાર્થીઓ જશે ક્યાં? યુપીમાં સૌથી વધુ 24,600 શાળાઓ બંધ; શિક્ષણ રાજ્યમંત્રીએ રજૂ કર્યા ચિંતાજનક આંકડા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ હજારો સ્કૂલોનું અસ્તિત્વ મિટ્યું.

93000 Government Schools Closed: દેશની શિક્ષણ વ્યવસ્થા અને ખાસ કરીને ગ્રામીણ પંથકના બાળકોના ભવિષ્યને લઈને સંસદના 'બજેટ સત્ર 2026' (Budget Session 2026) માં એક અત્યંત ચિંતાજનક ખુલાસો થયો છે. લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે છેલ્લા 10 વર્ષમાં દેશભરમાં આશરે 93,000 જેટલી સરકારી શાળાઓ (Government Schools) ને કાયમી તાળા મારી દેવામાં આવ્યા છે. શિક્ષણના અધિકાર (RTE) ની વાતો વચ્ચે આ આંકડો વાસ્તવિકતાનો અરીસો બતાવે છે.

આ મુદ્દો બિહારના કોંગ્રેસ સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદ અને રાજસ્થાનના ભજનલાલ જાટવે ઉઠાવ્યો હતો. તેમણે શિક્ષણ મંત્રાલય પાસે સરકારી શાળાઓની સ્થિતિ અંગે જવાબ માંગતા ચિંતા વ્યક્ત કરી હતી કે શાળાઓ બંધ થવાથી ગરીબ અને વંચિત વર્ગના બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. જેના જવાબમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સત્તાવાર ડેટા રજૂ કર્યો હતો.

સરકારી આંકડાઓનું વિશ્લેષણ કરતા જણાય છે કે દાયકાના શરૂઆતના વર્ષોમાં શાળાઓ બંધ થવાની ગતિ ખૂબ ઝડપી હતી. વર્ષ 2014-15 થી 2019-20 ના માત્ર 6 વર્ષના ગાળામાં જ દેશભરમાંથી 70,000 થી વધુ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી, જે આઝાદી પછીનો સૌથી મોટો આંકડો માનવામાં આવે છે.

ત્યારબાદના સમયગાળામાં એટલે કે 2020-21 થી 2024-25 વચ્ચે કોવિડ કાળ અને તે પછીના સમયમાં આ ગતિ થોડી ધીમી પડી હતી. તેમ છતાં, આ સમય દરમિયાન 18,700 થી વધુ શાળાઓ બંધ થઈ છે, જે દર્શાવે છે કે સરકારી શાળાઓ ઘટવાની પ્રક્રિયા હજુ અટકી નથી અને શિક્ષણ વ્યવસ્થા સંકોચાઈ રહી છે.

રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો, શાળાઓ બંધ થવાના મામલે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને મધ્ય પ્રદેશ (Madhya Pradesh) મોખરે છે. ઉત્તર પ્રદેશમાં આ સમયગાળામાં સૌથી વધુ 24,600 શાળાઓ બંધ થઈ છે. જ્યારે બીજા ક્રમે મધ્ય પ્રદેશ આવે છે જ્યાં 22,400 શાળાઓનું અસ્તિત્વ કાયમ માટે મટી ગયું છે. એમપીમાં તો છેલ્લા પાંચ વર્ષમાં જ 6,900 શાળાઓ બંધ થઈ છે.

અન્ય રાજ્યોની સ્થિતિ પણ ગંભીર છે. ઓડિશામાં 5,400, ઝારખંડમાં 5,000 અને રાજસ્થાનમાં 2,500 થી વધુ શાળાઓ બંધ થઈ છે. જમ્મુ-કાશ્મીરમાં પણ શિક્ષણ પર માઠી અસર પડી છે, જ્યાં તાજેતરના વર્ષોમાં 4,400 શાળાઓને તાળા લાગી ગયા છે. આ આંકડાઓ દેશના પાયાના શિક્ષણ માળખા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget