શોધખોળ કરો
Advertisement
31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે સામાન્ય બજેટ
બજેટ સત્ર બે ભાગમાં થશે. પ્રથમ સત્ર 7 ફેબ્રુઆરી સુધી ચાલશે તેવી સંભાવના છે. જેના બાદ બીજો ભાગ માર્ચના બીજા અઠવાડિયામાં શરૂ થશે.
નવી દિલ્હી: નાણામંત્રી સિતારણ 2020-21 માટે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. 1 ફેબ્રુઆરીએ શનિવાર છે પરંતુ સૂત્રો અનુસાર આ દિવસે જ મોદી સરકારનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે.
પરંપરા પ્રમાણે વર્ષના પ્રથમ સંસદ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણથી થશે. તે દિવસે રાષ્ટ્રપતિ કોવિંદ સંસદના બન્ને સદનોના સંયુક્ત અધિવેશનને સંબોધન કરી સરકારની ભાવી યોજનાઓનું માળખુ રજૂ કરશે. સૂત્રો અનુસાર આ દિવસે સરકાર 2019-20 માટે આર્થિક સર્વેક્ષણ પણ સંસદમાં રજૂ કરશે, બજેટ સત્ર બે ભાગમાં થશે. પ્રથમ સત્ર 7 ફેબ્રુઆરી સુધી ચાલશે તેવી સંભાવના છે. જેના બાદ બીજો ભાગ માર્ચના બીજા અઠવાડિયામાં શરૂ થશે. ઉલ્લેખનીય છે કે 2017-18નું બજેટ પહેલીવાર 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું. આ પહેલા ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં બજેટ રજૂ કરવામાં આવતું હતું.
નગારિકતા સંશોધન એક્ટ અને એનઆરસીને લઈને પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે. કૉંગ્રેસે તેને મોટો મુદ્દો બનાવ્યો છે. એવામાં બજેટ સત્ર દરમિયાન પણ આ મુદ્દો છવાયેલો રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત બજેટ અને અર્થવ્યવસ્થાના મુદ્દે પણ ગરમાગરમ ચર્ચા થવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement