શોધખોળ કરો
જમ્મુના રિયાસીમાં બસ ખાડીમાં ખાબકી, 22ના મોત, અનેક ઘાયલ

જમ્મુ: રિયાસી જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ઘટના સ્થળેથી મળેલી માહિતી પ્રમાણે, દુર્ઘટનામાં 22 લોકો માર્યા ગયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. મૃતકોની સંખ્યામાં વધારો થાય તેવી સંભાવના સેવવામાં આવી રહી છે. પોલીસે ઘટના સ્થળે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ ઘટના કેવી રીતે બની તેની કોઈ જાણકારી મળી શકી નથી.
વધુ વાંચો





















