શોધખોળ કરો
Advertisement
UP: રાજ્યસભાની બે સીટો માટે પેટા ચૂંટણીની તારીખ થઈ જાહેર, SP સાંસદોના રાજીનામાથી ખાલી પડી હતી સીટ
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના બે સાંસદોના રાજીનામા બાદ ખાલી પડેલી રાજ્યસભાની બે સીટો પર આગામી 23 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. આ બંને સીટો પર સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી વોટિંગ થશે.
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના બે સાંસદોના રાજીનામા બાદ ખાલી પડેલી રાજ્યસભાની બે સીટો પર આગામી 23 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. આ બંને સીટો પર સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી વોટિંગ થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે એક નિવેદન બહાર પાડીને તારીખોની જાહેરાત કરી છે.
સમાજવાદી પાર્ટી ના સાંસદો સુરેંદ્ર નાગર અને સંજય સેઠના રાજીનામા બાદ ખાલી પડેલી આ સીટો પર 23 સપ્ટેમ્બરે વોટિંગ થશે. આ પહેલા 5 સપ્ટેમ્બરે બંને સીટો માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. 12 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 13 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્ર ચકાસવામાં આવશે અને 16 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.
ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થયા બાદ 23 સપ્ટેમ્બરે વોટિંગ થશે અને તે દિવસે વોટ ગણતરી બાદ પરિણામ જાહેર કરી દેવાશે. જે બંને સીટો પર રાજ્યસભા ચૂંટણી થવાની છે તે અત્યાર સુધી સમાજવાદી પાર્ટી પાસે હતી. સંજય સિંહ નાગરે 2 ઓગષ્ટ, 2019 અને જાણીતા બિલ્ડર સંજય સેઠે 5 ઓગસ્ટ,2019ના રોજ તેમના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. બંને સાંસદોનો કાર્યકાળ 4 જુલાઈ, 2022 સુધી હતો પરંતુ તે પહેલા જ રાજીનામું આપી દીધું હતું. ઈન્ડિયા-Aના કોચ તરીકે સૌરાષ્ટ્રના આ ક્રિકેટરની થઈ પસંદગી, નામ જાણીને ચોંકી જશો ફિટ ઈન્ડિયાની શરૂઆત કરાવી મોદીએ કહ્યું- સ્વસ્થ દેશ બનાવવા માટે અભિયાન IND v WI: આવતીકાલથી બીજી ટેસ્ટ, ઈશાંત શર્મા એક વિકેટ લેવાની સાથે જ કપિલ દેવનો તોડી નાંખશે આ રેકોર્ડ, જાણો વિગતેElection Commission of India (ECI): Bye-elections for two Rajya Sabha seats from Uttar Pradesh to be held on 23rd September, from 9 am to 4 pm. pic.twitter.com/GTwj4NdAbG
— ANI (@ANI) August 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement