High Speed Road Corridor: 50 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 8 નેશનલ હાઈવે પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી, જાણો ગુજરાત સહિત ક્યા રાજ્યમાં બનશે
Highways in India: આ હાઈ સ્પીડ કોરિડોર માત્ર લોકોનો સમય બચાવશે એટલું જ નહીં પણ ઈંધણનો ખર્ચ પણ બચાવશે. સાથે જ અનેક શહેરોને નજીક લાવવાનું કામ પણ કરશે.
Highways in India: ભારત સરકારે દેશમાં 8 નવા હાઈ સ્પીડ રોડ કોરિડોર બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ કોરિડોર પર સરકાર 50 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ ખર્ચ કરશે. દેશના અલગ અલગ ખૂણામાં બનનારા આ રસ્તાઓથી માત્ર લોકોના સમયની બચત થશે એટલું જ નહીં પણ અનેક શહેરો વચ્ચેનું અંતર પણ ઘટી જશે. સાથે જ તે ઈંધણની બચત કરવામાં પણ મદદ કરશે. આ નવા કોરિડોરથી આગ્રા ગ્વાલિયર, કાનપુર લખનઉ, ખડગપુર મોરેગ્રામ, રાયપુર રાંચી, અમદાવાદ, પુણે, નાસિક, અયોધ્યા અને ગુવાહાટીને ફાયદો થશે.
936 કિમી લંબાઈના આ 8 પ્રોજેક્ટ પર ખર્ચ થશે 50,655 કરોડ રૂપિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની અધ્યક્ષતા વાળી કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સે આ 8 કોરિડોર બનાવવાની મંજૂરી શુક્રવારે આપી. આ હાઈ સ્પીડ કોરિડોરની કુલ લંબાઈ 936 કિમી હશે. તેમને બનાવવા પર 50,655 કરોડ રૂપિયા ખર્ચ થશે. સરકારનો દાવો છે કે આ રોડ પ્રોજેક્ટ 4.42 કરોડ દિવસ બરાબર પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગાર પણ પેદા કરશે.
આગ્રા ગ્વાલિયર નેશનલ હાઈ સ્પીડ કોરિડોર (Agra Gwalior National High Speed Corridor)
આ 88 કિમી લંબાઈનો એક્સેસ કંટ્રોલ ગ્રીનફીલ્ડ કોરિડોર 6 લેનનો હશે. તેને બિલ્ટ ઓપરેટ ટ્રાન્સફર મોડેલ (BOT Model) પર તૈયાર કરવામાં આવશે. આ રોડ બનાવવાની અંદાજિત કિંમત 4,613 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. શ્રીનગરથી કન્યાકુમારી હાઈવે પર આવતા આ બે શહેરો વચ્ચે બનેલો નેશનલ હાઈવે હાલમાં ઘણી ભીડ અનુભવી રહ્યો છે. આના કારણે આ નવો પ્રોજેક્ટ આગ્રા અને ગ્વાલિયર વચ્ચેનું અંતર લગભગ 7 ટકા અને મુસાફરીનો સમય લગભગ 50 ટકા ઘટાડી દેશે.
TRANSFORMATIVE boost to India’s infrastructure landscape!
— Narendra Modi (@narendramodi) August 2, 2024
The Cabinet's approval of 8️⃣ National High-Speed Road Corridor Projects at an expenditure of over Rs. 50,000 crore will have a MULTIPLIER EFFECT on our economic GROWTH and boost EMPLOYMENT opportunities.
It also… pic.twitter.com/fim8aNP2Tr
ખડગપુર મોરેગ્રામ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર (Kharagpur Moregram National High Speed Corridor)
આ 231 કિમીનો 4 લેન એક્સેસ કંટ્રોલ કોરિડોર 10,247 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. તેના બનવાથી ખડગપુરથી મોરેગ્રામ હાઈવેની ક્ષમતા 5 ગણી સુધી વધી જશે. આ હાઈ સ્પીડ કોરિડોરથી પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશ વચ્ચે કનેક્ટિવિટી મજબૂત થશે. હાલમાં આ અંતર કાપવામાં 9થી 10 કલાક લાગે છે. તેના બની જવા પછી આ સમય માત્ર 3થી 5 કલાક લાગશે.
થરાદ ડીસા મહેસાણા અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર (Tharad Deesa Mehsana Ahmedabad National High Speed Corridor)
આ 214 કિમીનો 6 લેન એક્સેસ કંટ્રોલ કોરિડોર 10,534 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. તેના બનવાથી અમૃતસર જામનગર કોરિડોર અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેને લિંક મળી જશે. સાથે જ ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે કનેક્ટિવિટી મજબૂત થશે. આ હાઈ સ્પીડ કોરિડોર થરાડથી અમદાવાદ વચ્ચેનું અંતર 20 ટકા અને મુસાફરીનો સમય 60 ટકા સુધી ઘટાડી દેશે. આનાથી આ રાજ્યો વચ્ચે વ્યાપારને પ્રોત્સાહન મળશે.