શોધખોળ કરો

મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તમામ સ્કૂલ-કોલેજો ખોલી દેશે ? જાણો સરકારે શું કહ્યું ?

મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલવા અંગે મોદી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. આ અહેવાલો લોકોને ગેરમાર્ગે દોરનારા અને આધારહીન છે.

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલવાની હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. કેટલાંક અખબારોમાં પણ આ પ્રકારના અહેવાલો પ્રસિધ્ધ કરાયા છે. જો કે કેન્દ્રની મોદી સરકારે આ અહેવાલોને સદંતર ખોટા ગણાવ્યા છે. મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલવા અંગે મોદી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. આ અહેવાલો લોકોને ગેરમાર્ગે દોરનારા અને આધારહીન છે એવું મોદી સરકાર વતી પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના માધ્યમથી સ્પષ્ટ કરાયું છે.
મીડિયામાં છપાયેલા અહેવાલમાં દાવો કરાયો હતો કે, દેશમાં કોરોનાના કેસો 20 લાખને પાર થઈ ગયા છે છતાં મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલવાની ક્વાયત શરૂ કરી છે. આ અહેવાલના દાવા પ્રમાણે, મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તબક્કાવાર રીતે સ્કૂલ-કોલેજો ખોલવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. આ પ્રકારના અહેવાલો સોશિયલ મીડિયામાં પણ મોટા પ્રમાણમાં ફરતા થયા છે. sઆ અહેવાલો પ્રમાણે, મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તબક્કાવાર રીતે સ્કૂલ-કોલેજો ખોલશે તેમાં સૌથી પહેલાં તમામ કોલેજો તથા ધોરણ 11 અને ધોરણ 12ના વર્ગો શરૂ કરાશે. એ પછી ધોરણ 8થી ધોરણ 10 અને પછી ધોરણ 5થી ધોરણ 7ના વર્ગો શરૂ કરાશે. આ રીતે 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તબક્કાવાર રીતે સ્કૂલ-કોલેજો ખોલી દેવાશે એવો દાવો કરાયો હતો પણ આ દાવામાં દમ નથી તેવી સ્પષ્ટતા મોદી સરકારે કરી દેતાં આ વાતોમાં આવી જવા જેવું નથી. સુરતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે સાર્વત્રિક વરસાદ, જાણો કયા કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ રાજકોટમાં કઈ જગ્યાએ આખી રાત પડ્યો ધોધમાર વરસાદ, જાણો વિગતે

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget