શોધખોળ કરો
ભ્રષ્ટાચાર વિરુદ્ધ CBI એક્શનમાં, 19 રાજ્યોમાં 110 જગ્યાઓએ પાડ્યા દરોડા
ગૃહમંત્રી અમિત શાહના કાશ્મીરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા અભિયાન બાદ આ પગલુ ભરવામાં આવ્યુ છે

નવી દિલ્હીઃ ભ્રષ્ટાચારના વિરુદ્ધ મોટુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, દેશના 19 રાજ્યોમાં 110 જગ્યાઓ પર સીબીઆઇની ટીમે દરોડા પાડ્યા છે. ભ્રષ્ટાચારના એક-બે નહીં પણ 30 કેસનો લઇને સીબીઆઇની નેશનલ રેડ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહના કાશ્મીરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા અભિયાન બાદ આ પગલુ ભરવામાં આવ્યુ છે.
કેન્દ્ર સરકારે સીબીઆઇએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટૉલરન્સ રાખવામાં આવશે. સાથે કોઇપણ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે.
કેન્દ્ર સરકારે સીબીઆઇએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટૉલરન્સ રાખવામાં આવશે. સાથે કોઇપણ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે. આ જ કારણે સીબીઆઇએ 2006-07 બાદ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આટલા મોટા પ્રમાણમાં દરોડા પાડવાની કામગીરી શરૂ કરી છે. દરોડામાં અત્યાર સુધી જે ડૉક્યુમેન્ટ મળ્યા છે તેના આધારે લગભગ 20 કેસો નોંધવામાં આવ્યા છે.CBI is today conducting searches at around 110 places across 19 States/ Union Territories. CBI has registered around 30 separate cases relating to corruption, criminal misconduct, arms smuggling etc. pic.twitter.com/E1QMkFLwq6
— ANI (@ANI) July 9, 2019
વધુ વાંચો





















