Delhi Liquor policy case: મનીષ સિસોદિયાના બેન્ક લોકરની તપાસ થશે, બેન્ક પહોંચી CBIની ટીમ
દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત ગોટાળાના આરોપી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના બેંક લોકરની તપાસ શરૂ થઈ ગઈ છે.
Manish Sisodia Locker Investigation: દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત ગોટાળાના આરોપી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના બેંક લોકરની તપાસ શરૂ થઈ ગઈ છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના અધિકારીઓ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર 4 સ્થિત પંજાબ નેશનલ બેંકમાં તપાસ કરવા પહોંચ્યા હતા.
#WATCH | Delhi Deputy CM & AAP leader Manish Sisodia's bank locker located at Punjab National Bank in Vasundhara, Sector-4, Ghaziabad, UP being investigated by CBI, in connection with Delhi excise policy case pic.twitter.com/toMNhW494d
— ANI (@ANI) August 30, 2022
નોંધનીય છે કે સીબીઆઈની ટીમ લોકરના રજિસ્ટરની તપાસ કરશે અને તેની સાથે મનીષ સિસોદિયાના બેંક ખાતાની માહિતી પણ એકત્રિત કરશે, તેથી આ કેસમાં સમય લાગી શકે છે. મહત્વનું છે કે આ તપાસ એક્સાઈઝ પોલિસીમાં થયેલા કથિત કૌભાંડને લઈને થઈ રહી છે. બીજી તરફ પત્ની સાથે બેંક પહોંચેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે તપાસમાં કંઈ જ નહીં મળે.
દિલ્હીની ચર્ચાસ્પદ લિકર પોલિસીમાં ગરબડના કેસમાં સીબીઆઈ એક્શનમાં છે. સીબીઆઈએ આ પહેલા ઓગસ્ટમાં જ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. એટલું જ નહીં સીબીઆઈએ આ મામલામાં પૂર્વ એક્સાઈઝ કમિશનર આરવ ગોપી કૃષ્ણના ઘર સહિત 7 રાજ્યોમાં 21 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટ બાદ એલજી વીકે સક્સેનાએ આ નિર્ણય લીધો હતો. આ રિપોર્ટમાં મનીષ સિસોદિયાની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વાસ્તવમાં દિલ્હીનું એક્સાઈઝ વિભાગ મનીષ સિસોદિયા હેઠળ છે.
Kartik Aaryan: કાર્તિક આર્યને 9 કરોડની પાન મસાલાની એડને મારી ઠોકર, લોકોએ કહ્યું, દિલ જીતી લીધું
Gandhinagar: ગુજરાત પોલીસ માટે મહત્વના સમાચાર, 1 ઓગસ્ટથી પગાર ભથ્થા વધારાની જોગવાઈ અમલી બનશે
CRIME NEWS: કચ્છમાં આખા પરિવારને જીવતો સળગાવી હત્યાનો પ્રયાસ, અંદર સૂતેલા 3 લોકો ગંભીર રીતે દાઝ્યા
Hit And Run: ચોટીલા પગપાળા દર્શને જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, 3ના મોત, 4 ઘાયલ