Gandhinagar: ગુજરાત પોલીસ માટે મહત્વના સમાચાર, 1 ઓગસ્ટથી પગાર ભથ્થા વધારાની જોગવાઈ અમલી બનશે
ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના ભથ્થા વધારાને લઈને સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે. આજે ગુજરાત સરકારે જીઆર જાહેર કર્યો છે.
ગાંધીનગર: ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના ભથ્થા વધારાને લઈને સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે. આજે ગુજરાત સરકારે જીઆર જાહેર કર્યો છે. સરકારે કરેલી જાહેરાત મુજબ જીઆર કરીને મહોર મારી દીધી છે. 1 ઓગસ્ટથી પગાર ભથ્થા વધારાની જોગવાઈ અમલી બનશે. રજા પગાર લઇને પણ ગૃહ વિભાગે ઠરાવ કર્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા ગ્રેડ પે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત સરકારે પગારમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે આ મામલે સરકારે જીઆર જાહેર કરીને મહોર મારી દીધી છે.
રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગ માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે રાજ્ય પોલીસને મોટી ભેટ આપી 550 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની આ જાહેરાતથી પોલીસ બેડામાં આનંદ જોવા મળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ અંગે વિગતવાર જાહેરાત કરવામાં આવી હતી.
CM ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જાહેરાત કરી હતી
ગુજરાત સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રીના ટ્વીટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું કે, પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ સિવાય બીજા એક ટ્વીટમાં જણાવ્યું કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું.
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા
IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન