શોધખોળ કરો
CBSE Board 12th Result 2021: ધોરણ 12નું પરિણામ આજે બપોરે 2 કલાકે જાહેર થશે
સીબીએસઈ ધોરણ 12નું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbseresults.nic.in પર જાહેર કરવામાં આવશે.
પ્રતિકાત્મક તસવીર
CBSE Board 12th Result 2021 Live: કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસઈ બોર્ડ ધોરણ 12નું પરિણામ આજે બપોરે 2 કલાકે જાહેર થશે. સીબીએસઈ ધોરણ 12નું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbseresults.nic.in પર જાહેર કરવામાં આવશે.
પરિણામ કેવી રીતે તૈયાર થયા
ધો.12 સાયન્સના વિષય જૂથના નિયમો
- જુથ 1: ધો.12ના અંગ્રેજી પ્રથમ અને દ્રિતિય ભાષાના વિષયો સામે ધો.10ના અંગ્રેજી પ્રથમ-દ્રિતિય ભાષા વિષયોના ગુણ ગણાશે
- જુથ 2: દ્રિતિય ભાષા અને કોમ્પ્યુટર વિષય માટે ધો.10ના દ્રિતિય ભાષા અથવા તૃતિય ભાષાના વિષયોમા મેળવેલ ગુણ ગણાશે
- જુથ 3: એ ગ્રુપ માટે ધો.12ના મેથ્સ સામે ધો.10ના મેથ્સના ગુણ અને બી ગુ્રપ માટે બાયોલોજીના ગુણ સામે ધો.10ના વિજ્ઞાાનના ગુણ ગણાશે. કેમિસ્ટ્રી અને ફિઝિક્સ માટે ધો.10ના ગણિત- વિજ્ઞાાનના કુલ ગુણના સરેરાશ કરી બંનેના ગુણ ગણવાના રહેશે.
ધો.12 સામાન્ય અને વ્યવસાયલક્ષી પ્રવાહના વિષય જૂથના નિયમો
- જુથ1 : ધો.12ના અંગ્રેજી પ્રથમ અને દ્રિતિય ભાષા સામે ધો.10ના અંગ્રેજી પ્રથમ અને દ્રિતિય ભાષાના ગુણ ગણાશે
- જુથ 2 : પસંદ કરેલ કોઈ એક ભાષાના ગુણ માટે ધો.10માં દ્રિતિય અથવા તૃતિય ભાષામાં મેળવેલ ગુણને સા.પ્ર અને વ્ય.પ્ર. માટે જુથ 2ના ગુણ ગણવાના રહેશે
- જુથ 3: આ જુથમાં પસંદ કરેલ બે વિષયના ગુણ માટે ધો.10ના સામાજિક વિજ્ઞાાનના ગુણ અને ત્રીજી ભાષામાંથી મેળવેલ ગુણને સરેરાશ કરતા જે ગુણ આવે તે આ જુથના બે વિષયના ગુણ ગણાશે
- જુથ 4: આ જુથમાં પસંદ કરેલા ત્રણ વિષયોના ગુણ સામે ધો.10માં સામાજિક વિજ્ઞાાન, વિજ્ઞાાન અને પ્રથમ ભાષાના વિષયમાં મેળવેલ ગુણના સરેરાશમાંથી જે ગુણ આવે તે પસંદ કરેલા ત્રણ વિષયના ગુણ ગણવાના રહેશે
બોર્ડે જાહેર કરેલી સૂચના-નિયમો
- ધો.12ના પરિણામ તૈયાર કરવાની અને તેના રેકર્ડની જવાબદારી શાળા આચાર્યની રહેશે.
- સ્કૂલે તૈયાર કરેલ પરિણામનો રેકોર્ડ અને લીધેલ આધારોને રેકોર્ડ પાંચ વર્ષ સુધી રાખવાનો રહેશે
- દરેક સ્કૂલે પરિણામના આધાર માટે લીધેલ ડોક્યુમેન્ટ કે આધાર પર સ્કૂલ રિઝલ્ટ સમિતિના સભ્યોની સહી લેવાની રહેશે.
- બોર્ડ કે ડીઈઓને સ્કૂલે તમામ રેકોર્ડ-ડોક્યુમેન્ટ ત્યારે વેરિફિકેશન માટે આપવના રહેશે
- દરેક સ્કૂલે પરિણામના આધારોની પ્રમાણિત નકલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રજૂ કરવાની રહેશે
- બોર્ડ દ્વારા દરેક ડીઈઓ પાસે સ્કૂલે ઉપયોગમાં લીધેલા પરિણામના રેકોર્ડ-દસ્તાવેજોની ખરાઈ કરાવવામા આવશે.
- બોર્ડની સૂચના મુજબ પરિણામ તૈયાર ન કરનારી સ્કૂલ સામે માન્યતા રદ કે દંડ સહિતના પગલા લેવાશે
- પુરક પરીક્ષા નહી લેવાય અને ગુણ ચકાસણી નહી થાય
- ધો.12ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થી માટે ધો.10ના 70માથી ગુણ ગણાશે અને રાજ્ય બહારના કે વિદેશના વિદ્યાર્થી માટે 100માંથી ગુણ ગણવાના રહેશે .
Central Board of Secondary Education (CBSE) to announce Class XII result today, at 2 pm pic.twitter.com/xAIRu9S1Ip
— ANI (@ANI) July 30, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)