નોકરીની ઓફર કરતી આ વેબસાઇટથી સાવધાન, સરકારે જાહેર કર્યું એલર્ટ
દેશમાં સરકારી નોકરીઓ સાથે જોડાયેલા કૌભાંડો ઝડપથી વધી રહ્યા છે. નોકરીની લાલચ આપીને ઘણી નકલી વેબસાઈટ બનાવવામાં આવી છે
દેશમાં સરકારી નોકરીઓ સાથે જોડાયેલા કૌભાંડો ઝડપથી વધી રહ્યા છે. નોકરીની લાલચ આપીને ઘણી નકલી વેબસાઈટ બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં ઇન્ટરનેટ યુઝર માટે વાસ્તવિક અને નકલી વેબસાઇટ્સ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની ગયું છે. કેટલીકવાર અસલી દેખાતી વેબસાઇટ નકલી હોઈ શકે છે. આ સંદર્ભમાં સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી છે. જો તમે પણ સરકારી નોકરીની શોધમાં ઈન્ટરનેટ પર વિવિધ વેબસાઈટની મુલાકાત લો છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. PIB ફેક્ટ ચેકના સત્તાવાર X હેન્ડલ પરથી એક નવીનતમ પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં નકલી વેબસાઈટને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.
A website https://t.co/ONopHt4O87 claims to offer jobs for various positions and is seeking a payment of ₹1,675 from candidates as an application fee. #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) July 14, 2024
➡️This website is #Fake
➡️The website is not related to @AgriGoI pic.twitter.com/bvtHArpsX2
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેબસાઇટ ઇન્ટરનેટ યુઝર્સને ખોટી માહિતી આપી રહી છે કે તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરી રહી છે. આટલું જ નહીં આ વેબસાઈટ ઈન્ટરનેટ યુઝર્સને નકલી નોકરીઓ પણ ઓફર કરી રહી છે.
શું છે સમગ્ર મામલો
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાષ્ટ્રીય વિકાસ યોજના (http://rashtriyavikasyojna.org) નામની વેબસાઈટ ઈન્ટરનેટ યુઝર્સને નકલી નોકરીઓ ઓફર કરી રહી છે.
આ વેબસાઈટ દ્વારા લોકોને અલગ-અલગ પોસ્ટ પર નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી રહી છે. આ નકલી જોબ ઓફર સાથે વેબસાઇટ પર આવતા યુઝર્સ પાસેથી એપ્લિકેશન ફીના નામે પૈસા પણ લેવામાં આવી રહ્યા છે. આ વેબસાઈટ અરજી ફીના નામે અરજદારો પાસેથી 1,675 રૂપિયા વસૂલે છે.
વેબસાઇટ સરકારી મંત્રાલય હેઠળ કામ કરતી નથી
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાષ્ટ્રીય વિકાસ યોજનાની વેબસાઇટ (http://rashtriyavikasyojna.org) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરતી નથી. આ પોસ્ટની નીચે કોમેન્ટ્સ સાથે એક્સ યુઝર્સ આ વેબસાઇટને બ્લોક કરવા માટે અપીલ કરી રહ્યા છે.