શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર 'જીવન લક્ષ્ય યોજના' હેઠળ દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીના ખાતામાં જમા કરાવી રહી છે 7 લાખ રૂપિયા, જાણો વાયરલ મેસેજની હકીકત
કેન્દ્ર સરકારની પૉલીસી/સ્કીમ/વિભાગ/મંત્રાલયોને લઇને ખોટી માહિતી ફેલાવાથી રોકવા માટે કામ કરનારા PIB ફેક્ટ ચેક (PIB Fact Check) એ ટ્વીટ કરીને આને લઇને ખુલાસો કર્યો છે, ફેક્ટ ચેકે આ નકલી ખબરને લઇને લોકોને જાગૃત કર્યા છે
નવી દિલ્હીઃ હાલમાં સોશ્યલ મીડિયા પર એક ખબરે જોર પકડ્યુ છે કે મોદી સરકાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના ખાતામાં 7 લાખ લાખ રૂપિયા જમા કરાવી રહી છે, પરંતુ આ ખબર એકદમ ખોટી છે. પરંતુ હકીકત એવી છે કે આવુ કંઇજ નથી થઇ રહ્યુ. કેન્દ્ર સરકારની પૉલીસી/સ્કીમ/વિભાગ/મંત્રાલયોને લઇને ખોટી માહિતી ફેલાવાથી રોકવા માટે કામ કરનારા PIB ફેક્ટ ચેક (PIB Fact Check) એ ટ્વીટ કરીને આને લઇને ખુલાસો કર્યો છે, ફેક્ટ ચેકે આ નકલી ખબરને લઇને લોકોને જાગૃત કર્યા છે.
PIB ફેક્ટ ચેક અનુસાર, એક YouTube વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર ‘જીવન લક્ષ્ય યોજના’ નામની સ્કીમ ચલાવી રહી છે. આ સ્કીમ અંતર્ગત તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના બેન્ક ખાતમાં 7 લાખ રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી રહી છે. પરંતુ આ દાવો નકલી છે. કેન્દ્ર સરકાર એવી કોઇ યોજના નથી ચલાવી રહી.
આવા નકલી ન્યૂઝથી બચો
આ પહેલા PIB ફેક્ટ ચેકે કન્યા સન્માન યોજના નામની નકલી સ્કીમને લઇને કરવામાં આવી રહેલા દાવાની સચ્ચાઇ બતાવી હતી. ખરેખરમાં એક અન્ય YouTube વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તમામ દીકરીઓના બેન્ક ખાતામાં ‘કન્યા સન્માન યોજના’ અંતર્ગત પ્રતિ માસ 2,500 રૂપિયાની રકમ જમા કરાવી રહી છે, પરંતુ આ દાવો પણ નકલી છે અને કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઇ યોજના નથી ચલાવવામાં આવી રહી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement