શોધખોળ કરો

કેન્દ્ર સરકારનો હાઈકોર્ટમાં જવાબ- ‘વિદેશી કંપની’ WhatsApp ભારતના કાયદાને પડકારી ન શકે

મોબાઇલ મેસેજિંગ સર્વિસ કંપની વોટ્સએપનું કહેવું છે કે નવા આઇટી નિયમો તેને કહેવા માટે મજબૂર કરે છે કે એપ પર પહેલો મેસેજ ક્યાંથી આવ્યો છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે IT નિયમોને પડકારતી WhatsAppની અરજીનો દિલ્હી હાઈકોર્ટમાં વિરોધ કર્યો છે. સરકારે તેને રદ કરવાની હાઇકોર્ટ સમક્ષ માંગ કરી છે. એમ પણ કહ્યું કે આ કેસ સુનાવણી યોગ્ય નથી. કેન્દ્રએ હાઇકોર્ટને જણાવ્યું કે વોટ્સએપ એક વિદેશી વ્યાપારી કંપની છે. ભારતમાં તેનું વ્યવસાયનું કોઈ સ્થાન નથી અને તે તેના વપરાશકર્તાઓ દ્વારા આપવામાં આવેલી માહિતીને પ્રોત્સાહન આપવાના વ્યવસાયમાં રોકાયેલું છે.

કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે વોટ્સએપ એક વિદેશી બિઝનેસ એન્ટિટી છે અને તેની અરજી કોઇ પણ ભારતીય કાયદાની બંધારણીયતાને પડકારતી નથી. હકીકતમાં, સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ્સ ફેસબુક અને વોટ્સએપે નવા આઈટી નિયમો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા કાયદાઓને પડકાર્યા હતા. જેના પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. અગાઉ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. નવા નિયમો અંતર્ગત ફેસબુક, વોટ્સએપ સહિત તમામ મેસેજિંગ એપ માટે પ્રથમ વખત કોણે મેસેજ મોકલ્યો છે તે શોધવું જરૂરી છે.

મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયમૂર્તિ જ્યોતિ સિંહની ખંડપીઠે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને નોટિસ ફટકારી અને જવાબ દાખલ કરવા કહ્યું હતું. ખંડપીઠે મંત્રાલયને આ મામલાની સુનાવણી થાય તે પહેલા તેનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ફેસબુક અને વોટ્સએપે પીટીશનમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નવા આઈટી નિયમોને પડકારતા કહ્યું છે કે આ કાયદો ગેરબંધારણીય છે અને સાથે જ લોકોના પ્રાઈવસીના અધિકારનું પણ ઉલ્લંઘન કરે છે. અરજીમાં નવા આઇટી નિયમોને રદ કરવાની માંગણી સાથે, અરજીના પડતર ન થાય ત્યાં સુધી નવા નિયમોના અમલીકરણ પર સ્ટે માંગ્યો છે.

મોબાઇલ મેસેજિંગ સર્વિસ કંપની વોટ્સએપનું કહેવું છે કે નવા આઇટી નિયમો તેને કહેવા માટે મજબૂર કરે છે કે એપ પર પહેલો મેસેજ ક્યાંથી આવ્યો છે. આ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. વોટ્સએપનું કહેવું છે કે નવા નિયમોની જોગવાઈઓ ગેરબંધારણીય છે. ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.

સુપ્રીમ કોર્ટ ગોપનીયતાના અધિકારનું પણ રક્ષણ કરે છે. સરકારના આ નિયમો WhatsAppના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને નિરર્થક બનાવશે કારણ કે તે ખાનગી એજન્સીઓને દરરોજ કરવામાં આવતા વેક-અપ સંદેશાઓનો ડેટા રાખવા માટે દબાણ કરશે, જે ગ્રાહકોની ગોપનીયતાનું ઉલ્લંઘન કરશે.

વોટ્સએપનું કહેવું છે કે આના કારણે તે લોકો પણ તપાસ એજન્સીઓના રડારમાં આવી શકે છે, જેમણે માત્ર મેસેજ ફોરવર્ડ કર્યો હતો, તેને બનાવ્યો નથી અથવા તે લોકો પણ કે જેમણે તે મેસેજની સત્યતા તપાસવા માટે તેને ફોરવર્ડ કર્યો હતો. વોટ્સએપ માંગ કરી રહ્યું છે કે લાગુ થનારી નવી નીતિ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે તે ગોપનીયતાને સમાપ્ત કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગોMumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Embed widget