શોધખોળ કરો

PIB Fact Check: આજે રાત્રે 12 વાગ્યાથી આખા દેશમાં લાગશે સાત દિવસનું લોકડાઉન, કોરોનાના કારણે સરકારનો નિર્ણય, જાણો સંપૂર્ણ સત્ય

ભારતના પાડોશી દેશ ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે.

ભારતના પાડોશી દેશ ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. વર્ષ 2019 ના અંતમાં પણ કોરોના વાયરસ સૌથી પહેલા ચીનમાં જોવા મળ્યો હતો.  ત્યારબાદ સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ચીનમાં શરૂ થયેલી કોરોનાની નવી લહેરથી સતર્ક થયેલી ભારત સરકાર ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે અને તમામ મહત્વપૂર્ણ બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહી છે. કોરોના પર નજર રાખવા માટે સરકારે તમામ રાજ્યોને પોતપોતાના રાજ્યોમાં આરોગ્ય સુવિધાઓ પર ચાંપતી નજર રાખવા અને હોસ્પિટલની વ્યવસ્થા પર સતત દેખરેખ રાખવાની સૂચના આપી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

યુટ્યુબ પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં કોરોના વાયરસની ચોથી લહેર આવી ગઈ છે જેના કારણે સરકાર સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવા જઈ રહી છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકારે શનિવારે રાત્રે 12 વાગ્યાથી ભારતને 7 દિવસ માટે લોકડાઉનમાં રાખવાનો નિર્ણય લીધો છે.

આ વીડિયો CE News નામની યુટ્યુબ ચેનલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે.

યુટ્યુબ પર CE News નામની ચેનલ 7 દિવસ માટે દેશ બંધ રાખવાનો દાવો કરી રહી છે. જો કે સરકાર તરફથી આવો કોઈ નિર્ણય આવ્યો નથી. જેથી આ વીડિયોની તપાસ કરવામાં આવી તો સમગ્ર સત્ય બહાર આવ્યું. PIB ફેક્ટ ચેકે વિડિયોની ફેક્ટ-ચેક કરી અને દાવો નકલી હોવાનું જણાયું હતું.

PIB Fact Checkની તપાસમાં વીડિયો નકલી હોવાનું બહાર આવ્યું છે

એક ટ્વિટમાં PIB Fact Checkએ કહ્યું હતું કે યુટ્યુબ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કરવામાં આવેલો દાવો ખોટો છે અને ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને લઈને દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવા કોઈ સમાચાર પર ધ્યાન ન આપો અને કોઈ પણ વ્યક્તિ સાથે આવા ખોટા સમાચાર શેર ન કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
IND vs BAN Live Score: ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
IND vs BAN Live Score: ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Embed widget