કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ પર ફરી છપાશે PM મોદીનો ફોટો, કેન્દ્ર સરકાર બનાવી રહી છે યોજનાઃ સૂત્ર
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, આચારસંહિતા લાગુ થયા બાદ કોવિડ-19 રસીના પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો હતો
![કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ પર ફરી છપાશે PM મોદીનો ફોટો, કેન્દ્ર સરકાર બનાવી રહી છે યોજનાઃ સૂત્ર Centre Planning To Resume Printing PM's Photo On Vaccine Certificates In Five States કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ પર ફરી છપાશે PM મોદીનો ફોટો, કેન્દ્ર સરકાર બનાવી રહી છે યોજનાઃ સૂત્ર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/22/4fd02619c7de8bbb01178ecff4786294_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકાર આ રાજ્યોમાં કોવિડ-19 રસીકરણ સર્ટિફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છાપવાનું ફરી શરૂ કરવા જઇ રહી છે. ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ અને આદર્શ આચારસંહિતા અમલમાં આવ્યા બાદ 8 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુરના પાંચ રાજ્યોમાં રસીકરણ સર્ટિફિકેટમાંથી મોદીની તસવીર હટાવી દેવામાં આવી હતી.
એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આ રાજ્યોમાં કોવિડ રસીકરણ સર્ટિફિકેટ પર વડા પ્રધાનની તસવીરને છાપવાના કામને અગ્રતાના ધોરણે ફરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સૂત્રએ 'પીટીઆઈ-ભાષા'ને જણાવ્યું કે આ પાંચ રાજ્યોમાં લોકોને કોવિડ-19 સર્ટિફિકેટમાં વડાપ્રધાનની તસવીર સામેલ કરવા માટે કો-વિન પ્લેટફોર્મ પર જરૂરી ફેરફારો કરવામાં આવશે.'
નોંધનીય છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, આચારસંહિતા લાગુ થયા બાદ કોવિડ-19 રસીના પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ તસવીરને સ્વાસ્થ્ય મંત્રાલયે Co-WIN એપમાંથી ફિલ્ટર લગાવીને હટાવી દીધી છે.
ગયા વર્ષે માર્ચ 2021માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કેટલાક રાજકીય પક્ષોએ ચૂંટણીવાળા રાજ્યોમાં રસીકરણ પ્રમાણપત્ર અંગે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તેમણે આદર્શ આચાર સંહિતાના કારણે ચૂંટણી હોય તેવા રાજ્યોમાં કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રમાંથી પીએમ મોદીનો ફોટો હટાવવાની માંગ કરી હતી. જે બાદ ચૂંટણી પંચે આચારસંહિતા દરમિયાન પીએમ મોદીનો ફોટો ન લગાવવાનો આદેશ આપ્યો હતો.
Vodafone-ideaએ આ કારણસર 8 હજાર સિમ કાર્ડને કરી દીધા બ્લૉક, જાણો શું હતી આ કાર્ડમાં ભૂલ....
સ્ટૉરેજનુ ટેન્શન ખતમ ! આવી ગયો 1TB મેમરી વાળો આ સ્પેશ્યલ ફોન, જાણો કિંમતથી લઇને તમામ ડિટેલ્સ
IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ પર આ રીતે ભારી પડે છે મુંબઈ ઈન્ડિયન્સ, જાણો સૌથી વધુ મેચ કોણે જીતી
અમેઝૉનની ડીલમાં બેસ્ટ Dyson Air Purifier ખરીદો 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ! જાણી લો ઓફર...........
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)