![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
UP Election 2022: હુમલા બાદ Asaduddin Owaisiની સિક્યોરિટી વધારવામાં આવી. સરકારે આપી Z કેટેગરીની સુરક્ષા
સાંસદ પર હુમલા બાદ શુક્રવારે એડીજી (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યું હતું કે પૂછપરછ અને સીસીટીવી ફૂટેજથી આ ઘટનામાં સામેલ બે લોકોને પકડી લેવામાં આવ્યા છે.
![UP Election 2022: હુમલા બાદ Asaduddin Owaisiની સિક્યોરિટી વધારવામાં આવી. સરકારે આપી Z કેટેગરીની સુરક્ષા Centre provides Asaduddin Owaisi with Z category security with immediate effect: UP Election 2022: હુમલા બાદ Asaduddin Owaisiની સિક્યોરિટી વધારવામાં આવી. સરકારે આપી Z કેટેગરીની સુરક્ષા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/04/1c86b138f68100980fed2deae2087259_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Attack on Asaduddin Owaisi: હૈદરાબાદથી લોકસભાના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પર હુમલા કેન્દ્ર સરકારે તેમની સુરક્ષામાં વધારો કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ કહ્યું કે સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારે સાંસદ અસદુદ્દીન ઓવૈસીની સુરક્ષાની સમીક્ષા કરી છે અને તેમને તાત્કાલિક સીઆરપીએફની ઝેડ કેટેગરીની સુરક્ષા આપી છે.
સાંસદ પર હુમલા બાદ શુક્રવારે એડીજી (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યું હતું કે પૂછપરછ અને સીસીટીવી ફૂટેજથી આ ઘટનામાં બે લોકો સામેલ હોવાની જાણકારી મળી છે. બંન્ને વ્યક્તિઓને કેટલાક કલાકોમાં પોલીસે ઝડપી લીધા હતા. ઘટનામાં સામેલ હથિયાર અને એક કાર જપ્ત કરી લેવામાં આવી છે.
એડીજીએ કહ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ સાંસદના એક ધર્મ વિશેષ પ્રત્યેના ભાષણની શૈલીથી દુઃખી હતા. આરોપીઓએ કહ્યું કે તેમણે આ કારણે આ હુમલો કર્યો છે. આ ઘટનામાં કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે.
As per reliable sources, the Government of India has reviewed the security of AIMIM MP Asaduddin Owaisi and provided him with Z category security of CRPF with immediate effect.
— ANI (@ANI) February 4, 2022
(file photo) pic.twitter.com/J0fmwSn0HR
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ડાસનામાં અસદુદ્દીન ઔવેસીના કાફલા પર ફાયરિંગ થયું છે. ગાઝિયાબાદના ડાસનામાં ઔવેસીના કાફલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઔવેસીનો કાફલો મેરઠથી દિલ્હી પરત ફરી રહ્યો હતો ત્યારે તેમના કાફલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઔવેસીએ દાવો કર્યો હતો કે ત્રણથી ચાર લોકોએ ફાયરિંગ કર્યું છે આ ઘટનાને લઇને અસદુદ્દીન ઓવૈસીએ ન્યૂઝ એજન્સી એએનઆઇએ કહ્યું કે હું મેરઠના કિઠૌરમાં એક ચૂંટણી કાર્યક્રમ બાદ દિલ્હી જઇ રહ્યો હતો. છીઆરસી ટોલ પ્લાઝા પાસે બે લોકોએ મારી ગાડી પર ત્રણ-ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. તે કુલ ત્રણ-ચાર લોકો હતા. મારી ગાડીના ટાયર પંક્ચર થઇ ગયા છે. ત્યારબાદ હું બીજી ગાડીમાં ત્યાંથી નીકળ્યો છું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)