PM Modi Address Nation Live: 18થી વધુ ઉંમરના લોકોને કેન્દ્ર સરકાર મફતમાં આપશે કોરોનાની વેક્સિન, 80 કરોડ લોકો માટે બીજી શું કરાઇ મોટી જાહેરાત?
દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે પીએમ મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોરોના વાયરસની બીજી લહેર સામે લડાઈ યથાવત છે.
LIVE
Background
દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે પીએમ મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોરોના વાયરસની બીજી લહેર સામે લડાઈ યથાવત છે.
પીએમ મોદીએ કહ્યું - જે લોકો પણ વેક્સીનને લઈ આશંકાઓ પેદા કરી રહ્યા છે, ભાઈ-બહેનોના જીવન સાથે રમત રમી રહ્યા છે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે સરકારે નિર્ણય કર્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્ન યોજનાને હવે દિવાળી સુધી લંબાવવામાં આવશે. મહામારીના આ સમયમાં સરકાર ગરીબની દરેક જરુરીયાત સાથે,તેમના સાથી બની ઉભી છે. એટલે કે નવેમ્બર સુધી 80 કરોડથી વધુ લોકોને દર મહીને મફત અનાજ મળશે. તેમણે કહ્યું જે લોકો વેક્સીનને લઈ આશંકા પેદા કરી રહ્યા છે, અફવા ફેલાવી રહ્યા છે, તે ભાઈ-બહેનોના જીવન સાથે રમત રમી રહ્યા છે. અફવાઓથી સતર્ક રહેવાની જરુર છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નવેમ્બર સુધી ચાલુ રહેશે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દિવાળી સુધી વધારવામાં આવી છે. ત્યારબાદ 80 કરોડ લોકોને પહેલાની જેમ મફત અનાજ મળતુ રહેશે. તેમણે કહ્યું કોઈપણ પરીવારને ભૂખ્યા નહી સુવુ પડે.
દેશમાં બની રહેલી વેક્સીનમાંથી 25 ટકા, પ્રાઈવેટ સેક્ટરના હોસ્પિટલ સીધા લઈ શકશે. આ વ્યવસ્થા ચાલુ રહેશે-પીએમ
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં બની રહેલી વેક્સીનમાંથી 25 ટકા પ્રાઈવેટ સેક્ટરના હોસ્પિટલ સીધા લઈ શકશે. આ વ્યવસ્થા ચાલુ રહેશે. પ્રાઈવેટ હોસ્પિટલ વેક્સીનની નિર્ધારિત કિંમત ઉપરાત એક ડોઝ પર વધુમાં વધુ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકશે. તેની દેખરેખનું કામ રાજ્ય સરકાર પાસે જ રહેશે.
પીએમ મોદીએ કહ્યું- દેશમાં કોઈપણ રાજ્ય સરકારે વેક્સીન પર કંઈપણ ખર્ચ નહી કરવો પડે
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશમાં કોઈપણ રાજ્ય સરકારે વેક્સીન માટે ખર્ચ નહી કરવો પડે. તેમણે કહ્યું અત્યાર સુધી દેશના કરોડો લોકોને મફત વેક્સીન મળી છે. હવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ તેમાં જોડાશે. તમામ દેશવાસીઓ માટે ભારત સરકાર મફત વેક્સીન ઉપલબ્ધ કરાવશે.
રાજ્યો સાથે જોડાયેલી વેક્સીનની જવાબદારી પણ કેંદ્ર સરકાર પોતાના હાથમાં લેશે
પીએમ મોદીએ કહ્યું કે આજે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યો પાસે વેક્સીનેશન સાથે જોડાયેલુ જે 25 ટકા કામ હતુ, તેની જવાબદારી પણ ભારત સરકાર ઉઠાવશે. આ વ્યવસ્થા આવનારા 2 સપ્તાહમાં લાગૂ થશે. આ બે સપ્તાહમાં કેંદ્ર અને રાજ્ય સરકાર મળી નવી ગાઈડલાઈન અનુસાર આવશ્યક તૈયારી કરી લેશે. 21 જૂન સોમવારથી દેશના દરેક રાજ્યમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામ નાગરિકો માટે, ભારત સરકાર મફત વેક્સીન આપશે વેક્સીન નિર્માતાઓ કુલ 75 ટકા હિસ્સો ભારત સરકાર પોતે ખરીદી રાજ્ય સરકારને મફત આપશે.