શોધખોળ કરો
Advertisement
દિલ્હીની ચેતન્યા વેંકટેશ્વરન એક દિવસ માટે બની બ્રિટનના હાઈ કમિશ્નર, જાણો શું છે કારણ
હાઈ કમિશ્નર તરીકે વેંકટેશ્વરને હાઈ કમિશનનના વિભાગના પ્રમુખોને તેમના કામ સોંપ્યા હતા. સીનિયર મહિલા પોલીસ અધિકારી સાથે વાતચીત કરી, મીડિયા સાથે પણ મુલાકાત કરી હતી.
નવી દિલ્હી: દિલ્હીની એક યુવતીને એક દિવસ માટે ભારતમાં બ્રિટનના હાઈ કમિશ્નર બનવાની તક મળી હતી. દિલ્હીની રહેવાસી ચૈતન્યા વેંકટેશ્વરને ભારતમાં બ્રિટનના હાઈ કમિશ્નર બનવાનો અવસર ગત બુધવારે મળ્યો હતો. વેંકટેશ્વરનને દુનિયાભરની મહિલાઓ સામે આવનારા પડકારોને બતાવવા અને મહિલા સશક્તિકરણ માટે મિશનની પહેલ અંતર્ગત આ તક આપવામાં આવી હતી.
બ્રિટનના હાઈ કમિશન 2017 થી દર વર્ષે ‘એક દિવસ માટે હાઈ કમિશ્નર’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં 18 થી 23 વર્ષની યુવતીઓ ભાગ લઈ શકે છે. બ્રિટનના હાઈ કમિશને એક નિવેદનમાં જણાવ્યું કે, 11 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Girl's Day) પર બ્રિટનના મિશન દ્વારા આયોજિત વાર્ષિક સ્પર્ધા અંતર્ગત વેંકટેશ્નર ચૌથી યુવતી છે. જે બ્રિટનના હાઈ કમિશ્નર બન્યા.
હાઈ કમિશ્નર તરીકે વેંકટેશ્વરને હાઈ કમિશનનના વિભાગના પ્રમુખોને તેમના કામ સોંપ્યા હતા. સીનિયર મહિલા પોલીસ અધિકારી સાથે વાતચીત કરી, મીડિયા સાથે પણ મુલાકાત કરી અને ભારતીય મહિલા સ્પર્ધકો પર બ્રિટિશ કાઉન્સિલ સ્ટેમ શિષ્યવૃતિની અસરને જાણવા સંબંધિત અભ્યાસની શરુઆત કરી.
આ ઉપલબ્ધિ પર ચૈતન્યા વેંકટેશ્વરને કહ્યું, “ હું જ્યારે નાની હતી, ત્યારે નવી દિલ્હી સ્થિત બ્રિટિશ કાઉન્સિલની લાઈબ્રેરી જતી હતી અને ત્યારથી મારી અંદર શીખવાની ઈચ્છા થઈ. એક દિવસ માટે બ્રિટનના હાઈ કમિશ્નર બનવું એક સોનેરી તક છે.” ભારતમાં બ્રિટનના કાર્યવાહક જેન થૉમ્પસને કહ્યું કે, આ પ્રતિયોગિતા તેમને ખૂબજ પસંદ આવી, જે અસાધારણ યુવતીઓને મંચ પૂરૂ પાડે છે.
આ સ્પર્ધા અંતર્ગત આ વર્ષે સ્પર્ધકોને સોશિયલ મીડિયા પર એક મિનિટનો વીડિયો પોસ્ટ કરવા કહેવામાં આવ્યું હતું. તેમાં વિષય હતો કોવિડ-19 સંકટમાં લૈંગિક સમાનતા માટે વૈશ્વિક પડકારો અને અવસર શું છે ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion