શોધખોળ કરો
ભીમ આર્મી ચીફ ચન્દ્રશેખર આઝાદનું એલાન, કાલે નાગપુરમાં RSSના હેડક્વાર્ટર બહાર ફરકાવશે તિરંગો
છેલ્લા કેટલાક સમયથી સીએએના મુદ્દાને લઈ ચન્દ્રશેખરે ભાજપ પર નિશાન સાધ્યુ છે. સાથે ચંદ્રશેખરે 23 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન પણ આપ્યું છે.

નવી દિલ્હી: ભીમ આર્મી ચીફ ચન્દ્રશેખર આઝાદે આરએસએસ પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 22 ફેબ્રુઆરીએ નાગપુરના રેશમબાગ સ્થિત આરએસએસની હેડ ઑફિસ સામે તિરંગો ફરકાવશે. તેમણે કહ્યું નાગપુરમાં જનસભા કરવાની મંજૂરી હાઈકોર્ટ તરફથી મળી ગઈ છે.
ચંદ્રશેખરે ટ્વીટ કરીને લખ્યું કે, “આવતીકાલે બે વાગ્યે રેશમબાગ નાગપુર આવી રહ્યો છું. નકલી રાષ્ટ્રવાદીઓના સંગઠન આરએસએસ જેઓએ આજ સુધી તિરંગાને સન્માન નથી આપ્યું, કાલે આપણે તેમના હેડક્વાર્ટર સામે તિરંગો ફરકાવીશું. કાલે તમામ સાથીઓ રેશમબાગમાં તિરંગો લઈને પહોંચજો અને બતાવી દેજો કે, તેમના ભગવા પર આપણો તિરંગો ભારે છે. ”
અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, 22 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર હાઈકોર્ટે નાગપુરમાં જનસભા કરવાની મંજૂરી આપી દીધી છે. આવતીકાલે 2 થી 5 વાગ્યા સુધી રેશમબાગ નાગપુરમાં જનસભા થશે.मैं कल 2 बजे रेशमबाग नागपुर आ रहा हूँ। फर्जी राष्ट्रवादियों का संगठन आरएसएस जिसने आज तक तिरंगे को सम्मान नही दिया कल हम उनके हेडक्वार्टर के सामने तिरंगा फहराएंगे। मैं चाहूंगा कि कल सभी साथी रेशमबाग तिरंगा लेकर पहुंचे और बता दें कि इनके भगवे पर हमारा तिरंगा भारी है।
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) February 21, 2020
છેલ્લા કેટલાક સમયથી સીએએના મુદ્દાને લઈ ચન્દ્રશેખરે ભાજપ પર નિશાન સાધ્યુ છે. સાથે ચંદ્રશેખરે 23 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન પણ આપ્યું છે.भीम आर्मी प्रमुख चन्द्रशेखर आज़ाद जी की नागपुर जनसभा की परमिशन महाराष्ट्र हाईकोर्ट ने दे दी है ✊ कल 2 से 5 बजे तक रेशिमबाग नागपुर में जनसभा रहेगी। आरएसएस की छाती पर बिरसा फुले अम्बेडकर@BhimArmyChief @Profdilipmandal @ihansraj @anubhavsinha
— कुश अम्बेडकरवादी (@Kush_voice) February 21, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement