શોધખોળ કરો
ચંદ્રયાન સાથે સંપર્ક તૂટ્યો પણ આશાઓ જીવંતઃ જીવનમાં ઉતાર-ચઢવા આવતા રહે છે: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારતા અને પ્રસંશા કરતા કહ્યું છે કે, તમે દેશની મોટી સેવા કરી છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શનિવાર સવારે 8 વાગ્યે બેંગલુરુ સ્થિત ઇસરો (ISRO) સેન્ટરથી દેશને સંબોધિત કરશે. માનવામાં આવી રહ્યું છે કે, તેઓ ચંદ્રયાન 2 વિશે દેશના લોકોને સંબોધિત કરશે. નોંધનીય છે કે, ચંદ્ર પર ચંદ્રયાનનું સોફ્ટ લેડિંગ દરમિયાન સૌથી મુશ્કેલ એવી 15 મીનીટ સાચે જ ઘાતક સાબિત થઈ હતી. બરાબર લેન્ડિગ વખતે જ ચંદ્રયાનનું લેંડર વિક્રમ ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટર દૂર હતુ ત્યારે જ તેનો સંપર્ક તૂટી ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારતા અને પ્રસંશા કરતા કહ્યું છે કે,‘તમે દેશની મોટી સેવા કરી છે. આ કોઇ નાની સિદ્ધિ નથી. હું તમારી સાથે છું, સમગ્ર દેશ તમારી સાથે છે. તમે દેશની મોટી સેવા કરી છે. આપણી યાત્રા આગળ પણ ચાલુ રહેશે. મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન.’ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 2ના ઉતરવાની ઘટનાના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગ્લોરમાં આવેલા ઈસરોમાં પહોંચ્યા હતા. રાત્રે લગભગ 1:38 વાગ્યે ચંદ્રયાન 2 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. સોફ્ટ લેન્ડિંગ બાદ વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર મેપિંગ શરૂ કરવાની હતી. જો ચંદ્રયાન 2 ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરી શક્યું તો તે સૌથી પહેલા ચંદ્રની સપાટીની સૌથી નજીકની તસવીર ઇસરો સેન્ટરને મોકલશે. આ તસવીરને મોકલ્યા બાદ વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું. નેશનલ જિઓગ્રાફિક ભારતન તરફથી મોકલવામાં આવેલા ચંદ્રયાન 2ના લેન્ડિંગનું એક્સક્લૂસિવ પ્રસારણ કરી રહ્યું હતું. તેની સાથે ઇસરોની ઓફિશિયલ વેબસાઇટ પણ ચંદ્રયાન 2 લેન્ડિંગનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું હતું. ઇસરોની વેબસાઇટ ઉપરાંત પ્રેસ ઇર્ન્ફોમેશન બ્યૂરો (PIB) પણ પોતાની યૂટ્યૂબ ચેનલ પર તેનું લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યું હતું.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
દુનિયા
ક્રિકેટ





















