શોધખોળ કરો

જ્યારે લેન્ડર પ્રોપલ્શન મોડ્યૂલથી અલગ થયું, ચંદ્રયાન-3ના કેમેરામાં કેદ થયો ચંદ્રનો શાનદાર નજારો 

લેન્ડર મોડ્યુલના પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા બાદ ચંદ્રયાન-3 મિશનની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર લેન્ડર ઈમેજર દ્વારા લેવામાં આવી છે.

Chandrayaan 3: લેન્ડર મોડ્યુલના પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા બાદ ચંદ્રયાન-3 મિશનની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર લેન્ડર ઈમેજર દ્વારા લેવામાં આવી છે. આ તસવીર 17 ઓગસ્ટે લેન્ડર ઈમેજરમાં ફીટ કરવામાં આવેલા કેમેરા-1 દ્વારા લેવામાં આવી હતી. આ પહેલા ગુરુવારે (17 ઓગસ્ટ) લેન્ડરને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરવામાં આવ્યું હતું.

જાણકારી મુજબ થોડીવારમાં લેન્ડર મોડ્યુલ ડીબૂસ્ટિંગ પ્રક્રિયામાંથી પસાર થયા પછી ચંદ્રની નીચેની ભ્રમણકક્ષામાં ઉતરશે. આ પછી લેન્ડર ધીમી ગતિ સાથે આગળ વધશે. જણાવી દઈએ કે ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યુ હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અનુસાર, લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે. 

લેન્ડર ગુરુવારે (17 ઓગસ્ટ) ના રોજ  પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ થયું હતું. લેન્ડર મોડ્યુલમાં લેન્ડર અને રોવર છે. વિક્રમ લેન્ડરને આ મિશનમાં આશરે 100 કિમીનું અંતર કાપવાનું છે. લેન્ડર હવે તેની ઉંચાઈ ઘટાડીને અને ગતિ ધીમી કરીને આગળ વધશે.

ચંદ્રયાન-3 14 જુલાઈએ લોન્ચ થયા બાદ 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. ઈસરોના જણાવ્યા અનુસાર, લેન્ડરને 23 ઓગસ્ટની સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ ચંદ્ર પર ઉતરવાનું છે. 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલને બપોરે 1:15 વાગ્યે લેન્ડર અને રોવરથી અલગ કરી દીધું હતું. 

ચંદ્રયાન-3 ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર  23 ઓગસ્ટે લેન્ડ થશે.  17 તારીખે લેન્ડર અને રોવર અલગ પડ્યા બાદ 23 તારીખે વિક્રમ લેન્ડર ચંદ્રની જમીન પર ઉતરશે.  લેન્ડિંગની અંતિમ 17 મિનિટ તમામ વૈજ્ઞાનિકો માટે અતિ મહત્વની રહેશે.  ચંદ્રની ધરતી પર લેન્ડ થયા બાદ રોવર ત્યાંની આબોહવા, સિસ્મિક એક્ટિવિટી અને ભૌગોલિક પરિસ્થિતિ અંગે માહિતી આપશે.   

ચંદ્ર મિશનથી મનુષ્યને શું ફાયદો થશે?

ચંદ્રની સફર માનવીને બીજા વિશ્વમાં જીવવાનો અને કામ કરવાનો પ્રથમ અનુભવ પ્રદાન કરશે. આ સફર અમને તાપમાન અને અવકાશના અત્યંત કિરણોત્સર્ગમાં અદ્યતન સામગ્રી અને સાધનોનું પરીક્ષણ કરવાની મંજૂરી આપશે. મનુષ્યો શીખશે કે માનવ કાર્યોમાં મદદ કરવા, દૂરસ્થ સ્થાનોનું અન્વેષણ કરવા અને જોખમી વિસ્તારોમાં માહિતી એકત્રિત કરવા માટે રોબોટ્સનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો.

નાસા મુજબ છે કે, ચંદ્ર પર સફળતાપૂર્વક હાજરી સ્થાપિત કરીને, મનુષ્ય પૃથ્વી પરના જીવનને વધારશે અને આપણા બાકીના સૌરમંડળ અને તેની બહારની શોધ કરવા માટે તૈયાર થશે.

પૃથ્વી કરતાં ઓછા ગુરુત્વાકર્ષણ અને વધુ રેડિયેશનવાળા વાતાવરણમાં અવકાશયાત્રીઓને સ્વસ્થ રાખવું તબીબી સંશોધકો માટે એક મોટો પડકાર છે. ચંદ્રનું અન્વેષણ તકનીકી નવીનતાઓ અને એપ્લિકેશનો અને નવા સંસાધનોના ઉપયોગ માટે નવી વ્યવસાય તકો પણ પ્રદાન કરે છે. આખરે, ચંદ્ર પર ચોકીઓ સ્થાપવાથી મનુષ્યો અને સંશોધકોને પૃથ્વીની બહારના ગ્રહો અને ઉપગ્રહોની શોધખોળમાં  વિસ્તૃત મદદ મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget