Chandrayaan 3 New Image: અત્યારે કેવું દેખાય છે Vikram Lander, ચંદ્રયાન-2ના ઓર્બિટરે ખેંચી તસવીર
6 સપ્ટેમ્બર, 2023એ લીધેલી આ તસવીરમાં ચંદ્રની સપાટી બ્લૂ, ગ્રીન અને ડાર્ક બ્લેક દેખાય છે. આની વચ્ચે અમારું વિક્રમ લેન્ડર પીળા પ્રકાશ સાથે પીળા વર્તુળમાં દેખાય છે
Chandrayaan 3 Update: ઇસરો તરફથી ભારતના મૂન મિશન માટે ગયેલું ચંદ્રયાન 3નું લેટેલ્ટ અપડેટ સામે આવ્યુ છે. ચંદ્રયાન 3નું રૉવર અને લેન્ડર બન્ને અત્યારે કેવી સ્થિતિમાં છે, તેની તસવીરો ઇસરોએ શેર કરી છે. 5 સપ્ટેમ્બર, 2023એ ચંદ્રના તે ભાગમાં રાત હતી જ્યાં ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર છે. હવે ચંદ્રયાન-3નું લેન્ડર અંધારામાં કેવું દેખાય છે ? આ જાણવા માટે ચંદ્રયાન-2નું ઓર્બિટર તેની ઉપરથી પસાર થયું હતું. ઓર્બિટરમાં લગાવવામાં આવેલા ખાસ કેમેરાએ રાતના અંધારામાં ચંદ્રયાન-3 લેન્ડરની તસવીર ખેંચી હતી.
6 સપ્ટેમ્બર, 2023એ લીધેલી આ તસવીરમાં ચંદ્રની સપાટી બ્લૂ, ગ્રીન અને ડાર્ક બ્લેક દેખાય છે. આની વચ્ચે અમારું વિક્રમ લેન્ડર પીળા પ્રકાશ સાથે પીળા વર્તુળમાં દેખાય છે. અહીં ત્રણ ચિત્રો છે. ડાબી બાજુનો પ્રથમ વર્ટિકલ ફોટો એ વિસ્તાર દર્શાવે છે જ્યાં લેન્ડર પીળા ચોરસ બૉક્સમાં ઉતર્યું હતું.
જમણી બાજુનો ઉપરનો ફોટો 6 સપ્ટેમ્બરનો ફોટો છે, જેમાં ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ગોળ પીળા વર્તુળમાં પીળા પ્રકાશમાં દેખાય છે. નીચે 2 જૂન, 2023નો ફોટો છે, જ્યારે લેન્ડર ત્યાં ઉતર્યું ના હતું. વાસ્તવમાં, આ તસવીર ચંદ્રયાન-3ના ઓર્બિટરમાં સ્થાપિત ડ્યૂઅલ-ફ્રિકવન્સી સિન્થેટિક અપર્ચર રડાર (DFSAR) દ્વારા લેવામાં આવી છે.
અંધારામાં તસવીર લેવાવાળું ખાસ યંત્ર DFSAR -
ડીએફએસએઆર એક ખાસ ડિવાઇસ છે, જે રાત્રિના અંધારામાં ઉચ્ચ રિઝૉલ્યૂશન પૉલેરીમેટ્રિક મૉડમાં તસવીરો લે છે. એટલે કે તે અંધારામાં ધાતુઓમાંથી ઉત્સર્જિત ગરમી અને પ્રકાશને પકડે છે. તે કુદરતી રીતે બનતી ધાતુ હોય કે પછી માનવીઓ દ્વારા ધાતુઓમાંથી બનેલી વસ્તુ હોય.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) September 9, 2023
Here is an image of the Chandrayaan-3 Lander taken by the Dual-frequency Synthetic Aperture Radar (DFSAR) instrument onboard the Chandrayaan-2 Orbiter on September 6, 2023.
More about the instrument: https://t.co/TrQU5V6NOq pic.twitter.com/ofMjCYQeso
આ પહેલા પણ ચંદ્રયાન-2 ઓર્બિટરે લીધી હતી તસવીર -
ચંદ્રયાન-2ના ઓર્બિટરે 25 ઓગસ્ટ 2023એ ચંદ્રયાન-3ની તસવીર પણ લીધી હતી. તે બે ફોટાનું સંયોજન હતું. જેમાં ડાબી બાજુના ફોટામાં ખાલી જગ્યા છે. જમણા ફોટામાં લેન્ડર ચંદ્રની સપાટી પર દેખાય છે. આ તસવીરમાં લેન્ડરને ઝૂમ કરીને ઇનસેટમાં બતાવવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2 ઓર્બિટર હાઈ રિઝૉલ્યૂશન કેમેરા (OHRC)થી સજ્જ છે.
બંને ફોટા ઉતરાણના દિવસે લેવામાં આવ્યા હતા. ડાબી બાજુનો પહેલો ફોટો 23 ઓગસ્ટે બપોરે 2:28 વાગ્યે લેવામાં આવ્યો હતો, જેમાં ચંદ્રની સપાટી પર કોઈ લેન્ડર દેખાતું નથી. બીજો ફોટો 23 ઓગસ્ટે રાત્રે 10:17 વાગ્યે લેવામાં આવ્યો હતો. જેમાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરતું જોવા મળે છે.