શોધખોળ કરો

Chandrayaan 3 Update: ચંદ્રની સપાટીના તાપમાને વૈજ્ઞાનિકોને ચોંકાવ્યા, કહ્યું- આ અમારી અપેક્ષા કરતાં ઘણું વધારે છે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ રવિવારે (27 ઓગસ્ટ) ચંદ્રની સપાટીના તાપમાન સાથે સંબંધિત ગ્રાફ બહાર પાડ્યો હતો.

Moon Lunar Surface Temperature: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ રવિવારે (27 ઓગસ્ટ) ચંદ્રની સપાટીના તાપમાન સાથે સંબંધિત ગ્રાફ બહાર પાડ્યો હતો. સ્પેસ એજન્સીના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે ચંદ્ર પર નોંધાયેલા ઊંચા તાપમાન અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

ISRO અનુસાર, ચંદ્ર  સર્ફેસ  થર્મો ફિઝિકલ એક્સપેરિમેન્ટ (ચેસ્ટ) એ ચંદ્રની સપાટીની થર્મલ બિહેવિયર સમજવા માટે દક્ષિણ ધ્રુવની આસપાસના ચંદ્રની ઉપર સપાટીનું તાપમાન  પ્રોફાઇલ કર્યું છે.  ઈસરોએ પોસ્ટ કરી જણાવ્યું હતું કે, ChaSTE  (લુનર સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરિમેન્ટ)  ધ્રુવની આસપાસના ચંદ્રમાની સપાટીના તાપમાન પ્રોફાઇલને માપી રહી છે. તે સપાટીથી નીચે 10 સે.મી.ની ઊંડાઈ સુધી પહોંચવામાં સક્ષમ છે. તપાસમાં 10 વ્યક્તિગત તાપમાન સેન્સર લાગ્યા છે. 

ચંદ્રની સપાટીના તાપમાન પર વૈજ્ઞાનિકોએ શું કહ્યું?

ગ્રાફ અંગે ઈસરોના વૈજ્ઞાનિક BHM દારુકેશાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું, "અમે બધા માનતા હતા કે સપાટી પરનું તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડથી 30 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ હોઈ શકે છે, પરંતુ તે 70 ડિગ્રી સેન્ટિગ્રેડ છે. તે આશ્ચર્યજનક રીતે અમારી અપેક્ષા કરતાં વધુ છે." 

સ્પેસ એજન્સીએ કહ્યું કે પેલોડમાં તાપમાન માપવાનું સાધન છે જે સપાટીથી નીચે 10 સેમીની ઊંડાઈ સુધી પહોંચવામાં સક્ષમ છે. તે 10 તાપમાન સેન્સર ધરાવે છે. ગ્રાફ વિવિધ ઊંડાણો પર ચંદ્રની સપાટી/નજીકની સપાટીના તાપમાનમાં ફેરફાર દર્શાવે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ માટે આ પ્રકારની પ્રથમ પ્રોફાઇલ છે. 

તાપમાન કેટલું ઘટી શકે છે?

વૈજ્ઞાનિક દારુકેશાએ કહ્યું, જ્યારે આપણે પૃથ્વીની અંદર બેથી ત્રણ સેન્ટિમીટર જઈએ છીએ, ત્યારે આપણે ભાગ્યે જ બેથી ત્રણ ડિગ્રી સેન્ટિગ્રેડનો તફાવત જોઈ શકીએ છીએ, જ્યારે ત્યાં (ચંદ્ર) લગભગ 50 ડિગ્રી સેન્ટિગ્રેડનો તફાવત જોવા મળે છે. આ રસપ્રદ છે." વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે ચંદ્રની સપાટીની નીચે તાપમાન માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. તેમણે કહ્યું કે આ તફાવત 70 ડિગ્રી સેલ્સિયસથી માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ છે.

ચંદ્ર પર ઇતિહાસ રચાયો હતો

23 ઓગસ્ટના રોજ ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું, જેનાથી દેશ ચંદ્રના આ પ્રદેશ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ અને ચોથો દેશ બન્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જાહેરાત કરી હતી કે ચંદ્ર પર ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટનું નામ શિવશક્તિ પોઇન્ટ રાખવામાં આવશે અને 23 ઓગસ્ટને 'રાષ્ટ્રીય અવકાશ દિવસ' તરીકે ઉજવવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે ચંદ્રની સપાટી પરની જગ્યા જ્યાં 2019માં ચંદ્રયાન-2 એ તેના  પદચિન્હ છોડ્યા હતા તેને તિરંગા પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Embed widget