(Source: ECI/ABP News/ABP Majha)
રાજસ્થાન પછી બીજા કયા રાજ્યે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની કરી જાહેરાત? જાણો વિગત
Old Pension Scheme : દેશભરના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ લાગુ ની માંગ કરી રહ્યા છે. રાજસ્થાન બાદ હવે અન્ય એક રાજ્યના સરકારી કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળશે.
Old Pension Scheme : આજકાલ જૂની પેંશન સ્કીમની ખુબ ચર્ચાઓ થઇ રહી છે. રાજસ્થાનમાં ગેહલોત સરકારે જૂની પેંશન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી છે, ત્યાર બાદ કોંગ્રેસ શાસિત છત્તીસગઢ સરકારે પણ આ જૂની પેંશન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. છત્ત્તીસગઢ સરકારે બજેટમાં આ માટે જોગવાઈ કરી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે તાજેતરમાં આની જાહેરાત કરી છે. લગભગ 3 લાખ સરકારી કર્મચારીઓ માટે હોળી પહેલા આ એક મોટી ભેટ છે.
मुख्यमंत्री श्री @bhupeshbaghel के बजट में प्रत्येक वर्ग को न्याय#CGBudgetForNYAY pic.twitter.com/In8zCZuhva
— CMO Chhattisgarh (@ChhattisgarhCMO) March 9, 2022
ઓલ ઈન્ડિયા એકાઉન્ટ્સ એન્ડ ઓડિટ કમિટીના જનરલ સેક્રેટરી હરિશંકર તિવારીએ કહ્યું કે દેશભરના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. રાજસ્થાન બાદ હવે છત્તીસગઢમાં પણ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. આનો લાભ એવા કર્મચારીઓને મળશે જે 1 જાન્યુઆરી 2004 પછી સરકારી નોકરીમાં જોડાયા છે.
31 ડિસેમ્બર 2003થી સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના નાબૂદ કરવામાં આવી છે. 2003 બાદ કોઈપણ કર્મચારી જે સરકારી નોકરીમાં જોડાય છે તેને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળ નવી પેન્શન યોજના હેઠળ લાવવામાં આવી છે. તેને જૂની પેન્શન સ્કીમનો લાભ મળતો નથી.
જૂની પેંશન સ્કીમમાં શું લાભ મળે છે ?
જૂની પેંશન યોજના અંતર્ગત સરકારી કર્મચારીઓને મુખ્યત્વે આ લાભો મળે છે :
1) GPFની સુવિધા મળે છે
2) પેંશન પગારમાંથી કાપવામાં નથી આવતું
3) રીટાયરમેન્ટ પર છેલ્લા પગારના 50 ટકા પેંશનની સુનિશ્ચિતતા
4) પૂરું પેંશન સરકાર આપે છે
5) ફરજ દરમિયાન મૃત્યુ થતા મૃતક સરકારી કર્મચારીના આશ્રિતને પેંશન અને નોકરી મળે છે.
જાણો નવી પેંશન સ્કીમ વિશે
1) GPFની સુવિધા નથી મળતી
2) દર મહિને પગારમાંથી 10 ટકા કાપવામાં આવે છે
3) નિશ્ચિત પેંશનની કોઈ ગેરેન્ટી નહીં
4) મોંઘવારી ભથ્થા અને નાણા પંચનો લાભ નથી મળતો.
જૂની પેંશન સ્કીમ અંગે વાયરલ થયો મેસેજ
સોશિયલ મીડિયામાં જૂની પેંશન સ્કીમ અંગે એક મેસેજ વાયરલ થયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જૂની પેંશન સ્કીમને લાગુ કરવા NPS કર્મચારીઓ સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી ગયા છે અને સુપ્રીમ કોર્ટે જૂની પેન્શન સ્કીમ દેશભરમાં લાગુ કરવા માટે ચૂકાદો આપ્યો છે. જો વાયરલ થઇ રહેલો આ મેસેજ ખોટો છે. સુપ્રીમ કોર્ટે જૂની પેંશન સ્કીમ લાગુ કરવા માટે કોઈ ચુકાદો આપ્યો નથી.