શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણીઃ વધારે મતદાન થાય તે માટે ચૂંટણી પંચે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત
ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ જણાવ્યું કે, દિલ્હીમાં 2689 સ્થળો પર મતદાન થશે અને આ માટે 13,750 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ જણાવ્યું કે, દિલ્હીમાં 2689 સ્થળો પર મતદાન થશે અને આ માટે 13,750 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. 1 કરોડ 46 લાખ લાખો મતદાન કરશે. 90 હજાર કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાં જોડાશે.
એક તબક્કામાં વોટિંગ, 8 ફેબ્રુઆરીએ મતદાન
14 જાન્યુઆરીએ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. રાજ્યમાં એક જ તબકકામાં વોટિંગ યોજાશે. 8 ફેબ્રુઆરીએ વોટિંગ અને 11 ફેબ્રુઆરીએ મત ગણતરી કરવામાં આવશે. ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ 21 જાન્યુઆરી છે. 24 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. સી-વિજિલ એપ દ્વારા આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ નોંધાવી શકાશે.
પોલિંગ બૂથ પર મોબાઇલ લઈ જઈ શકાશે ?
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પોલિંગ સ્ટેશન પર મોબાઇલ ફોન માટે લોકરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. દિલ્હીમાં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી પંચે જાહેરાત કરતાં જણાવ્યું કે, જે મતદારો શારીરિક સંજોગો કે અનિવાર્ય કારણોસર મતદાન મથકો પર આવવા સમર્થ નથી તેવા મતદારો માટે નવો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે. પીડબલ્યુડી અને 80 વર્ષથી વધુ વયના નાગરિકો પોસ્ટલ બેલેટ દ્વારા પણ મત આપી શકશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ જાણો કઈ તારીખે યોજાશે વોટિંગ ? ક્યારે જાહેર થશે પરિણામ, જાણો વિગતCEC: New concept of absentee voters introduced,enables those voters to take part in polls who are not able to come to polling stations due to physical circumstances or unavoidable reasons. PWDs & Sr citizens above 80 yrs can either vote in person or vote through postal ballot https://t.co/bjc8itbo35
— ANI (@ANI) January 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion