શોધખોળ કરો

CBIએ નવજાત બાળકોની તસ્કરી કરતી ગેંગના 7 સભ્યોની ધરપકડ કરી  

CBI દ્વારા બાળકોની તસ્કરીના મામલે  દિલ્હીના ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. CBIની ટીમે દરોડા દરમિયાન કેશવપુરમ વિસ્તારના એક ઘરમાંથી બે નવજાત શિશુઓ અને આઠ બાળકોને બચાવ્યા છે.

નવી દિલ્હી : CBI દ્વારા બાળકોની તસ્કરીના મામલે  દિલ્હીના ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. CBIની ટીમે દરોડા દરમિયાન કેશવપુરમ વિસ્તારના એક ઘરમાંથી બે નવજાત શિશુઓ અને આઠ બાળકોને બચાવ્યા છે. આ કેસમાં હોર્સ ટ્રેડિંગ સાથે સંકળાયેલા કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં હોસ્પિટલના વોર્ડ બોય સહિત કેટલીક મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે.

CBIને તેમની પાસેથી બે નવજાત બાળકો મળી આવ્યા છે. આ ટોળકી સોશિયલ મીડિયામાં જાહેરાતો દ્વારા નિસંતાન યુગલોને બાળકો વેચતા હતા. બાતમીના આધારે સીબીઆઈએ દિલ્હી અને હરીયાણામાં 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા. 

CBI દ્વારા આ ગેંગના 7 સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ગેંગ કથિત રીતે ફેસબુક પેઈજ અને વોટ્સએપ ગ્રુપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત દ્વારા બાળકોને દત્તક લેવા ઈચ્છુક નિસંતાન યુગલોને સંપર્ક કરતા હતા.  

CBIએ  દિલ્હી-એનસીઆરમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ ડા દરમિયાન CBIની ટીમે કેશવપુરમના એક ઘરમાંથી બે નવજાત બાળકોને બચાવ્યા હતા. CBI દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં નવજાત બાળકોની ખરીદી અને વેચાણનો મામલો હોવાનું જણાય છે. હાલમાં CBIની કેસમાં બાળકોને વેચનાર મહિલા અને તેમને ખરીદનાર વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં CBI  મહિલા સહિત કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની કેટલીક મોટી હોસ્પિટલોમાંથી બાળકો ગુમ થયાના સમાચાર આવ્યા હતા, જે બાદ CBIએ ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા અને એક મહિલા સહિત કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. ચાઈલ્ડ ટ્રેડિંગની માહિતી મળ્યા બાદ સીબીઆઈએ ગુમ થયેલા બાળકોને જોડીને દરોડા પાડ્યા હતા.

આરોપીઓ બાળકોના રિઅલ માબાપ ઉપરાંત સરોગેટ મધર પાસેથી પણ બાળકો ખરીદતા હતા. એક બાળકની કિંમત 4થી 6 લાખ રૂપિયા હતી. આરોપી બાળકોને દત્તક લેવા માટે નકલી દસ્તાવેજો પણ બનાવતા હતા અને નિસંતાન દંપતીઓને પણ છેતરતા હતા. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં હૉસ્પિટલના વોર્ડ બોય અને આયાઓનો સમાવેશ થાય છે.  

તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા એક મહિનામાં અહીંથી લગભગ 10 બાળકોને વેચવામાં આવ્યા છે. બાળકોને અલગ-અલગ ઘરે લાવીને વેચવામાં આવતા હતા. બાળકોને મેડિકલ સેન્ટર કે હૉસ્પિટલમાંથી લાવવામાં આવતા હતા કે પછી ચોરીને લાવવામાં આવતા હતા તેની તપાસ ચાલુ છે. આ મામલે કેટલીક મોટી હોસ્પિટલ અને આઈવીએફ સેન્ટરની તપાસ ચાલુ છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
રાહુલ અને સોનિયા ગાંધી માટે આજે મોટો દિવસ,નેશનલ હેરાલ્ડ કેસમાં ED ની ચાર્જશીટ પર કોર્ટ સંભળાવશે ચુકાદો
રાહુલ અને સોનિયા ગાંધી માટે આજે મોટો દિવસ,નેશનલ હેરાલ્ડ કેસમાં ED ની ચાર્જશીટ પર કોર્ટ સંભળાવશે ચુકાદો
Aaj Nu Rashifal: 29 નવેમ્બર 2025,  શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 29 નવેમ્બર 2025, શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો આજનું રાશિફળ
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
રાહુલ અને સોનિયા ગાંધી માટે આજે મોટો દિવસ,નેશનલ હેરાલ્ડ કેસમાં ED ની ચાર્જશીટ પર કોર્ટ સંભળાવશે ચુકાદો
રાહુલ અને સોનિયા ગાંધી માટે આજે મોટો દિવસ,નેશનલ હેરાલ્ડ કેસમાં ED ની ચાર્જશીટ પર કોર્ટ સંભળાવશે ચુકાદો
Aaj Nu Rashifal: 29 નવેમ્બર 2025,  શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 29 નવેમ્બર 2025, શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો આજનું રાશિફળ
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
Embed widget