(Source: ECI/ABP News/ABP Majha)
શું કોરોના વાયરસ વુહાનની લેબથી જ દુનિયામાં ફેલાયો? શું કહે છે અમેરિકા અખબારનો રિપોર્ટ, જાણો શું થયો ચોંકાવનારો ખુલાસો
કોરોના વાયરસની ઉત્પતિને લઇને અમેરિકાના અખબારે મોટો દાવો કર્યો છે. આ દાવના કારણે એકવાર ફરી સવાલ ઉઠી રહ્યાં છે. કે શું વુહાનની લેબથી જ કોરોના વાયરસ દુનિયામાં ફેલાયો છે.
વોશિંગ્ટન: અમેરિકા અખબાર વોલ સ્ટ્રીટ જનરલ ખુલાસો કર્યો છે કે, કોરોના વાયરસ દુનિયામાં ફેલાયા પહેલા વુહાન લેબના કર્મચારી બીમાર પડ્યાં હતા. આ ખબર મુજબ વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ બાયોલોજીના ત્રણ શોધકર્તા નવેમ્બર 2019મા્ં બીમાર થયા હતા. તેમણે હોસ્પિટલમાં ઇલાજ માટે મદદ માંગ હતી.
ડબ્લ્યૂએચઓની ટીમ વાયરસના તથ્યોની તપાસ માટે વુહાન લેબ ગઇ હતી. ત્યારબાદ ડબ્લ્યૂએચઓએ કહ્યું હતું કે,એ વાતની પુષ્ટી નથી થઇ કે, વાયરસ ચીનના વુહાન લેબથી દુનિયામાં ફેલાયો. જો કે તેનાથી વિપરિત અમેરિકાના અખબારમાં એક એક રિપોર્ટ પ્રકાશિત થયો છે. આ અહેવાલ પ્રકાશિત થયા બાદ સવાલ ઉઠી રહ્યાં છે કે શું વુહાનથી જ કોરોના વાયરસની શરૂઆત થઇ હતી. રિપોર્ટમાં એવો ખુલાસો છે કે, વુહાનમાં વાયરસ ફેલાયા પહેલા લેબના કર્મચારીઓ પણ બીમાર પડ્યાં હતા.
અમેરિકાના અખબારમાં આવો અહેવાલ એવા સમય પ્રકાશિત થયો છે જ્યારે દુનિયામાં કોરોના કહેર વચ્ચે જીનેવામાં આજથી વર્લ્ડ હેલ્થ એસેમ્બ્લીની મહત્વની બેઠક શરૂ થઇ રહી છે. આ બેઠક 1 જૂન સુધી ચાલશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સૌથી નિર્ણાયક સંસ્થાની આ બેઠક દુનિયામાંથી કોવિડનું સંકટ દૂર કરવાના ઉપાય પર છે. બેઠકમાં કોવિડ સિવાય અન્ય બીમારીની મહામારીમાં ઉપાય પર ચર્ચા થશે.
બેઠકમાં દુનિયાના જુદા-જુદા દેશોના પ્રતિનિધિ મંડળ, યૂએન પર્યવેક્ષક સદસ્યો, ગેર સરકારી સંગઠનોના પ્રતિનિધિ પણ ઉપસ્થિતિ રહેશે. જો કે હાલ વર્તમાન કોવિડ સંકટને ઘ્યાનમાં રાખીને આ 74મી બેઠક વચુર્અલ રીતે થશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની કાર્યકારી પરિષદની અધ્યક્ષતા આ સમયે ભારત પાસે છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,40,842 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3741 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,102 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 65 લાખ 30 હજાર 132
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 34 લાખ 25 હજાર 467
કુલ એક્ટિવ કેસ - 28 લાખ 05 હજાર 399
કુલ મોત - 2 લાખ 99 હજાર 399
19 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 50 લાખ 4 હજાર 184 ડોઝ આપવામાં આવ્યા છે.