શોધખોળ કરો

વિપક્ષના વિરોધની વચ્ચે અમિત શાહ આજે લોકસભામાં રજૂ કરશે નાગરિકતા સંશોધન બિન

નાગરિકતા સંશોધન બિલને અગાઉ 19 જુલાઇ, 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ, જોકે સંસદનો કાર્યકાળ પુરો થવાના કારણે બિલ રાજ્યસભામાં ન હતુ પહોંચી શક્યુ

નવી દિલ્હીઃ સાઇઠ વર્ષ જુના નાગરિકતા કાયદાને બદલવા માટે નરેન્દ્ર મોદી સરકાર પુરેપુરી તૈયાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill) રજૂ કરવાના છે. આ બિલ લોકસભમાં દૈનિક કામકાજ અંતર્ગત સુચિબદ્ધ છે. આ બાબતે પાર્ટીએ પોતાના સાંસદોને ત્રણ દિવસ માટે વ્હિપ જાહેર કરી દીધુ છે. જો આ બિલ કાયદો બની જાય છે તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડનના કારણે ત્યાંથી ભાગીને આવેલા હિન્દુ, ઇસાઇ, સીખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મમાં માનવા વાળા લોકોને CAB અંતર્ગત ભારતમાં નાગરિકતા આપવામાં આવશે. બિલને મોદી કેબિનેટે મંજૂરી આપ્યા બાદ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે, જેનો વિપક્ષ પુરજોશમાં વિરોધ કરી શકે છે. ખરેખરમાં, રાજ્યસભામાં હાલમાં સાંસદોની સંખ્યા 239 છે, જો બધા સાંસદો વૉટ કરે તો બહુમતી માટે 120 સાંસદોની જરૂર પડે. બીજેપી પાસે હાલ 81 સાંસદો છે, એટલે બહુમતી માટે 39 વૉટની જરૂર પડી શકે છે. જે બીજેપી માટે મુશ્કેલી સર્જી શકે છે. સરકારની સહયોગી પાર્ટી જેડીયુ પણ આ બિલનો વિરોધ કરી રહી છે, જેના 6 સાંસદો છે. વિપક્ષના વિરોધની વચ્ચે અમિત શાહ આજે લોકસભામાં રજૂ કરશે નાગરિકતા સંશોધન બિન શું છે નાગરિકતા સંશોધન બિલમાં.... કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે આને લોકસભામાં રજૂ કરવામાં આવશે. બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે. બિલનો ઉદ્દેશ આ છ ધર્મોના લોકોને નાગરિકતા આપવાનો છે, જેની પાસે વેલિડ ડૉક્યૂમેન્ટ નથી અથવા તો આવા ડૉક્યૂમેન્ટની સમયમર્યાદા ખતમ થઇ ચૂકી છે. આ લોકોને નાગરિકતા કાયદાની પ્રાકૃતિક પ્રક્રિયા પ્રમાણે આપવામાં આવશે. નાગરિકતા મેળવવા માટે અરજી ત્યારે કરી શકશે જ્યારે તેને ઓછામાં ઓછા છ વર્ષ સુધી ભારતમાં વસવાટ કર્યો હોય, અને છેલ્લા એક વર્ષથી ભારતમાં રહી રહ્યો હોય. વિપક્ષના વિરોધની વચ્ચે અમિત શાહ આજે લોકસભામાં રજૂ કરશે નાગરિકતા સંશોધન બિન નોંધનીય છે કે, નાગરિકતા સંશોધન બિલને અગાઉ 19 જુલાઇ, 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ, જોકે સંસદનો કાર્યકાળ પુરો થવાના કારણે બિલ રાજ્યસભામાં ન હતુ પહોંચી શક્યુ. બિલનો વિપક્ષી દળો વિરોધ કરી રહ્યાં છે, જેમાં સરકારની સહયોગી જેડીયુ પણ બિલનો પુરજોશમાં વિરોધ કરી રહી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Embed widget