શોધખોળ કરો

CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 

કોકરોચ જનતા પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. પાર્ટીએ લોકોને દેશભરમાં શાંતિપૂર્ણ પ્રદર્શનો કરવા અપીલ કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • CJPએ રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરી, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ.
  • સરકારની વાતચીતની ઓફર નકારી, 'Every District' સૂત્ર સાથે પ્રદર્શનો.
  • સામાજિક કાર્યકર સોનમ વાંગચુક 26 દિવસથી ભૂખ હડતાળ પર છે.

કોકરોચ જનતા પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. પાર્ટીએ લોકોને દેશભરમાં શાંતિપૂર્ણ પ્રદર્શનો કરવા અપીલ કરી છે. આ દરમિયાન, સરકારની વાતચીતની ઓફરના જવાબમાં, સીજેપીના પ્રવક્તા આશુતોષ રંકાએ કહ્યું, "જો તમે જંતર-મંતર આવવાથી ડરતા હોય તો એક મધ્યમ માર્ગ સૂચવો જે ન તો જંતર-મંતર હોય કે ન તો તમારુ ઘર. નડ્ડાજીના ઘરે કોઈ વાતચીત નહીં થાય.  બેઠક જંતર-મંતર પર કે બીજે ક્યાંક યોજાશે." તેમણે વધુમાં કહ્યું, "અમે સરકાર સામે માંગ રાખી છે કે  જો તમે મીટિંગ કરો તો નક્કર પરિણામ આપો. અમે ખૂબ જ વ્યસ્ત લોકો છીએ અને ખાલી ભાષણો નહીં ચાલે."

Every District. One Day. One Demand નો નારો

પાર્ટીએ તેના આહ્વાનમાં જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનોનો હેતુ દેશભરમાં પોલીસ બર્બરતાનો ભોગ બનેલા લોકો સાથે એકતા દર્શાવવાનો છે. પોસ્ટરોમાં "Every District. One Day. One Demand " સૂત્ર દર્શાવવામાં આવ્યું છે અને વિદ્યાર્થી સંગઠનો અને અન્ય સંગઠનોને સાથે મળીને વિરોધ પ્રદર્શનો યોજવાની અપીલ કરવામાં આવી છે.

CJP એ જનતાને અપીલ કરી

CJP ના પોસ્ટર મુજબ, આયોજકોને વિરોધ પ્રદર્શન દરમિયાન જરૂરી પરવાનગીઓ અને લોજિસ્ટિક્સ માટે સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરવા કહેવામાં આવ્યું છે. વધુમાં, વિરોધ સ્થળ પર વિદ્યાર્થીઓની માંગણીઓ વાંચવા અને પોલીસ બર્બરતાનો ભોગ બનેલા લોકો સાથે એકતા વ્યક્ત કરવા અપીલ કરવામાં આવી છે.

CJP એ વિરોધ પ્રદર્શન માટે એક SOP પણ બહાર પાડી

Cockroach Janata Party એ વિરોધ પ્રદર્શન માટે વિગતવાર SOP, અન્ય જરૂરી સામગ્રી અને મેમોરેન્ડમ ફોર્મેટની જોગવાઈની પણ જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર જારી કરાયેલી આ અપીલ બાદ શુક્રવારે દેશભરના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો યોજાવાની અપેક્ષા છે.

સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર છે 

Cockroach Janata Party દિલ્હીના જંતર-મંતર પર સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારી એકઠા થયા છે. સામાજિક કાર્યકર સોનમ વાંગચુક CJP વતી 26 દિવસથી ભૂખ હડતાળ પર છે અને હાલમાં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ 

આ દરમિયાન, CJP ના પ્રતિનિધિઓએ NEET વિદ્યાર્થીઓના મુદ્દા અંગે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ પણ રજૂ કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સૌથી મુખ્ય માંગ છે. CJPની માંગણીઓ પર સરકાર તરફથી કોઈ નક્કર પ્રતિભાવ મળ્યો નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
Embed widget