શોધખોળ કરો
CM હેમંત સોરેને 1 લાખથી વધુ પ્રવાસી મજૂરોના બેંક ખાતામાં મોકલ્યા એક-એક હજાર રૂપિયા
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને શુક્રવારે મુખ્યમંત્રી વિશેષ સહાયતા યોજના મોબાઈલ એપના માધ્યમથી એક લાખ 11 હજાર 568 પ્રવાસી મજૂરોના બેંક ખાતામાં એક હજાર રૂપિયાની સહાયતા રકમ જમા કરી આ યોજનાનું શરૂઆત કરી.

રાંચી: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને શુક્રવારે મુખ્યમંત્રી વિશેષ સહાયતા યોજના મોબાઈલ એપના માધ્યમથી એક લાખ 11 હજાર 568 પ્રવાસી મજૂરોના બેંક ખાતામાં એક હજાર રૂપિયાની સહાયતા રકમ જમા કરી આ યોજનાનું શરૂઆત કરી.
સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે રાજ્યના બે લાખ 47 હજાર 25 પ્રવાસી મજૂરોને અત્યાર સુધીમાં આ એપના માધ્યમથી સહાયતા માટે પોતાનું નામાંકન કરાવ્યું છે. તેમણે જણાવ્યું કે અલગ-અલગ જિલ્લામાં ડેપ્યૂ કમિશનર દ્વારા અત્યાર સુધીમાં બે લાખ 10 હજાર 464 પ્રવાસી મજૂરોના નામાંકનને મંજૂર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણના કારણે દેશના અલગ-અલગ રાજ્યોમાં ઝારખંડના મજૂર મોટી સંખ્યામાં ફસાયા છે. લોકડાઉનના શરૂઆતના તબક્કાથી જ રાજ્ય સરકારે દેશના જુદા જુદા રાજ્યોની સરકારના પદાધિકારીઓ સાથે સમન્વ્ય કરી પ્રવાસી મજૂરો માટે રાશન અને જમવાનું ઉપલબ્ધ કરાવવાનું કામ કર્યું છે.
આજે પ્રવાસી મજૂરોને મુખ્યમંત્રી વિશેષ સહાયતા યોજના મોબાઈલ એપના માધ્યથી 1000 રૂપિયાની સહાયતા રકમ ઉપલબ્ધ કરાવવાની શરૂઆત કરી છે. ઝારખંડમાં અત્યાર સુધીમાં 53 લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે.
વધુ વાંચો
Advertisement





















