શોધખોળ કરો
Advertisement
COVID 19: મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી લંબાવાયું Lockdown, CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- હાલત ખૂબજ ગંભીર, ઘરમાં જ રહો
દેશમાં સંક્રમણના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં સંક્રમિતોની સંખ્યા 1800ને પાર પહોંચી ગઈ છે. જ્યારે 110 લોકોના મોત થઈ ચૂક્યા છે
મુંબઈમાં: કોરોના વાયરસના સંકટને જોતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં લૉકડાઉન 30 એપ્રિલ સુધી વધારી દીધું છે. લોકડાઉનને મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યમાં હાલત ખૂબજ ગંભીર છે. તેમણે કહ્યું, હું તમામ લોકોને અપીલ કરું છું કે, તેઓ ઘરમાં જ રહે અને ખૂબજ આવશ્યક કામ હોય ત્યારે જ બહાર નીકળે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં સંક્રમણના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં સંક્રમિતોની સંખ્યા 1800ને પાર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 110 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિત લોકોની સંખ્યા 7447 છે જેમાંથી 642 લોકો સાજા થઈ ગયા છે. કોરોનાથી દેશભરમાં અત્યાર સુધી 239ના મોત થયા છે.
આ પહેલા ઓડિશા અને પંજાબમાં પણ લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યું છે. લોકડાઉન વધારનાર ઓડિશા પ્રથમ રાજ્ય છે. આ સિવાય પટનાયક સરકારે 30 એપ્રિલ સુધી ટ્રેનો અને હવાઈ સેવાઓ શરૂ નહીં કરવાનો આગ્રહ પણ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement