શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરમાં ઠંડીએ 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હજુ પણ આ રીતે જ બરફ વર્ષાનું જોર....
દિલ્લી એનસીઆરમાં ભારે ધુમ્મસ વચ્ચે ઠંડીનો પારો 5.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જ્યારે હિમાચલના શિમલા, મનાલી અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં હિમ વર્ષા થઈ રહી છે.
જમ્મુ કશ્મીરમા પણ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. સતત વરસી રહેલા બરફના કારણે તાપમાનના પારાએ તેના તમામ રેકોર્ડને તોડી નાખ્યા છે. જેના કારણે સ્થિતિ વધારે કફોળી બની છે. હવામાન વિભાગના મતે 20મી જાન્યુઆરી સુધી આજ રીતે બરફવર્ષાનું જોર રહેશે અન ત્યાર બાદ સ્થિતિ કાબુમાં આવશે તેવી આગાહી કરી છે.
દિલ્લી એનસીઆરમાં ભારે ધુમ્મસ વચ્ચે ઠંડીનો પારો 5.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જ્યારે હિમાચલના શિમલા, મનાલી અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં હિમ વર્ષા થઈ રહી છે. આ તરફ જમ્મુ-કશ્મીરમાં પણ ઠંડીએ છેલ્લા 25 વર્ષનો રેકોર્ડો તોડ્યો છે.
શ્રીનગરમાં ઠંડીનો પારો માઈનસ 7.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જમ્મુ-કશ્મીરમાં ભારે હિમવર્ષાથી અનેક રસ્તાઓ બંધ થયા છે. સાથે જ ડાલ લેક પણ કાતિલ ઠંડીમાં થીજી ગયુ છે. હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં ભારે હિમવર્ષાની આગાહી વ્યક્ત કરી છે. તો દક્ષિણ ભારતમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion