(Source: ECI/ABP News/ABP Majha)
Loksabha Election 2024: કૉંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જુઓ સંપૂર્ણ લીસ્ટ
લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસની આ યાદીમાં 43 નામની જાહેરાત કરવામાં આવી છે.
Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસની આ યાદીમાં 43 નામની જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસની આ યાદીમાં આસામના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે અમે લોકસભા ચૂંટણી માટે અમારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથને મધ્યપ્રદેશના છિંદવાડાથી ટિકિટ આપવામાં આવી છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જાલોરથી ટિકિટ આપવામાં આવી છે.
#WATCH | Delhi: Congress releases second list of candidates for the upcoming Lok Sabha elections.
— ANI (@ANI) March 12, 2024
Congress General Secretary KC Venugopal says "In this list, out of the 43 candidates, 10 are General candidates, 13 OBC candidates, 10 SC candidates, 9 ST candidates and 1 Muslim… pic.twitter.com/Z0ZwnqWiBr
ગુજરાતમાં ઘણા ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકરોને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે. વલસાડથી અનંત પટેલને ઉમેદવાર બનાવાયા છે.
આ સિવાય જોરહાટથી ગૌરવ ગોગોઈ, સિલચરથી સૂર્યા ખાન અને જાલોરથી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને આ યાદીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલા કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
7 માર્ચે યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઘણા મોટા નામો નક્કી કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસે આ પહેલા 8 માર્ચે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.પ્રથમ યાદી મુજબ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ઉમેદવારો
છિંદવાડા- નકુલનાથ
ભીંડ- ફૂલસિંહ બરૈયા
ટીકમગઢ- પંકજ અહિરવાર
સતના- સિદ્ધાર્થ કુશવાહા
ડાયરેક્ટ - કમલેશ્વર પટેલ
મંડલા - ઓમકાર સિંહ મરકામ
દેવાસ - રાજેન્દ્ર માલવિયા
એજ - રાધેશ્યામ મુવેલ
ખરગોન - પોરલાલ ખરતે
બેતુલ - રામુ ટેકમ
ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી
- બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર
- અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા
- અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા
- બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી
- વલસાડથી અનંત પટેલ
- પોરબંદરથી લલિત વસોયા
- કચ્છથી-મિતેષ લાલણ
પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ હતા
અગાઉ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં રાહુલ ગાંધી, શશિ થરૂર અને કેસી વેણુગોપાલ સહિતના દિગ્ગજ નેતાઓની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી.