શોધખોળ કરો

Haryana Congress Candidate List: હરિયાણામાં કોંગ્રેસે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો વિનેશ ફોટાગને ક્યાંથી મળી ટિકિટ

Haryana Congress Candidate List 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.

Haryana Congress Candidate List 2024: કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કોંગ્રેસે પોતાના 31 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે શુક્રવારે જ પાર્ટીમાં જોડાયેલા પહેલવાન વિનેશ ફોગાટને જીંદની જુલાના વિધાનસભાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ગઢી સાંપલા કિલોઈ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

આ પહેલાં શુક્રવારે દિવસ દરમિયાન ઓલિમ્પિયન પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાએ કોંગ્રેસમાં જોડાયા હતા. હવે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં રેસલર વિનેશ ફોગાટને પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપ જાહેર કરી ચૂકી છે ઉમેદવારોની યાદી: કોંગ્રેસ પહેલાં ભાજપ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂકી છે. ભાજપે પોતાની પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમાં ભાજપે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને લાડવા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજને અંબાલા કેન્ટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસે જુલાના વિધાનસભાથી વિનેશ ફોગટને મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં વિનેશના મેદાનમાં પ્રવેશ સાથે સ્પર્ધા રસપ્રદ બની છે. અહીંથી 2019 માં, જેજેપી નેતા અમર જીત દાંડાએ ચૂંટણી લડી હતી અને 61942 મત મેળવ્યા હતા અને ભાજપને 37749 મત મળ્યા હતા અને જેજેપી 24193 મતોથી જીતી હતી. જેજેપી પાર્ટીએ 2019માં વિધાનસભાનું તાળું ખોલવાનું કામ કર્યું હતું અને સાડા ચાર વર્ષ સુધી ભાજપ સાથે ગઠબંધનમાં શાસન કર્યું હતું અને જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. લોકસભા ચૂંટણીમાં સોનીપત લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર મોહન લાલ બરોલીને જુલાના વિધાનસભાથી લગભગ 25 હજાર મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

જણાવી દઈએ કે હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. જ્યારે 8 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

પળવારમાં આખું પાકિસ્તાન આવશે ઝપેટમાં! ભારતે બેલિસ્ટિક મિસાઈલ અગ્ની 4નું સફળ પરીક્ષણ કર્યું, જાણો આ કેટલી ખતરનાક છે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live:  PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?

સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ

PM Modi Birthday: PM મોદીના જન્મદિવસ પર સુરતમાં વ્યાપારીઓ આપશે ડિસ્કાઉન્ટ, આજે મફતમાં કરી શકશો ઓટોની મુસાફરી

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live:  PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો
PM Modi Gujarat Visit Live: PM મોદીની ગુજરાતને મોટી ભેટ, આજથી ગાંધીનગર -અમદાવાદ વચ્ચે દોડશે મેટ્રો
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં શુભમન ગિલને નહી મળે તક, જાણો શું છે કારણ?
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
PM Modi Birthday: PM મોદીના જન્મદિવસ પર સુરતમાં વ્યાપારીઓ આપશે ડિસ્કાઉન્ટ, આજે મફતમાં કરી શકશો ઓટોની મુસાફરી
PM Modi Birthday: PM મોદીના જન્મદિવસ પર સુરતમાં વ્યાપારીઓ આપશે ડિસ્કાઉન્ટ, આજે મફતમાં કરી શકશો ઓટોની મુસાફરી
Metro Train Start : અમદાવાદથી ગાંધીનગર આજથી  દોડશે મેટ્રો ટ્રેન, જાણો શું હશે સમય અને ટિકિટ દર?

Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે છે આ 4 અતિ શુભ મુહૂર્ત, જાણો કેવી રીતે કરશો વિસર્જન

વંદે ભારત મેટ્રોનું નામ બદલાયું, હવે નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે ટ્રેન

Bajaj Housing Finance IPO Listing: બજાજ હાઉસિંગ ફાઇનાન્સ IPOની બજારમાં દમદાર એન્ટ્રી, રોકાણકારોના રૂપિયા થયા ડબલ

Embed widget