Maharashtra Election: કૉંગ્રેસની CEC બેઠક મળી, 63 બેઠકો પર થઈ ચર્ચા, જાણો ક્યારે આવશે પ્રથમ યાદી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બેઠકમાં 63 બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બેઠકમાં 63 બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી 23 ઓક્ટોબરે આવી શકે છે. મહા વિકાસ આઘાડી (MVA)માં કોંગ્રેસને 110થી વધુ બેઠકો મળી શકે છે. આજની બેઠકમાં 63 નામોની ચર્ચા થઈ હતી જેમાંથી 50 નામ સિંગલ હતા. જો કે, હરિયાણામાંથી બોધપાઠ લઈને પાર્ટી સિંગલ નામ હોય ત્યાં પણ વિચાર કરી રહી છે. આજે એવી 10 થી 12 બેઠકો પર ચર્ચા થઈ હતી જેમાં એક કરતા વધુ નામો છે.
The meeting of the Central Election Committee of the Congress Party for the Maharashtra Assembly Elections has started at the Congress Headquarters in Delhi
— ANI (@ANI) October 21, 2024
(Source: Maharashtra Congress) pic.twitter.com/QbDW5u0NYv
MVA માં 30-40 બેઠકોની વહેંચણીમાં સમસ્યા
વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી એટલે કે એમવીએના ઘટક પક્ષો વચ્ચે સીટ વહેંચણી પર હજુ વાતચીત ચાલી રહી છે. આ અંગે મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ જણાવ્યું હતું કે, "અમે આજે 96 બેઠકો પર ચર્ચા કરી છે. કેટલીક બેઠકો પર ચર્ચા ચાલી રહી છે. અમે આવતીકાલે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીશું. જ્યાં સુધી 30-40 સીટોની વહેંચણીની સમસ્યા છે, અમે તેનો રસ્તો શોધી કાઢીશું." તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તમામ 288 સીટો પર 20 નવેમ્બરે મતદાન છે. આ માટે સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સૌથી મોટી પાર્ટી ભાજપે 99 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
સમાજવાદી પાર્ટીએ 12 સીટો માંગી હતી
આ સિવાય સમાજવાદી પાર્ટીએ મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી પાસે 12 સીટોની માંગણી કરી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે શનિવારે ધુલે વિધાનસભા બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરી હતી. આ પછી મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમે MVA પાસેથી 12 સીટો માંગી છે. તેમને બેઠકોની વિગતો પણ મોકલી દેવામાં આવી છે. અગાઉ શુક્રવારે એસપીએ શિવાજી નગરથી અબુ આઝમી, ભિવંડી પૂર્વથી વર્તમાન ધારાસભ્ય રઈસ શેખ, ભિવંડી પશ્ચિમથી રિયાઝ આઝમી અને માલેગાંવ સેન્ટ્રલથી શાન-એ-હિંદને ઉમેદવાર બનાવ્યા હતા. સપાના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય અબુ આઝમીએ કહ્યું કે અમે પાંચ ઉમેદવારોની જાહેરાત કરી છે જેથી મહા વિકાસ અઘાડીને ખબર પડે કે અમે અહીં મજબૂત છીએ.
ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં પોતાના 99 ઉમેદવારોની જાહેરાત કરી દિધી છે. ભાજપે પોતાની યાદીમાં જે લોકોને ઉમેદવાર બનાવ્યા છે તેમાં મોટાભાગે ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. દેવેંદ્ર ફડણવીસને પાર્ટીએ નાગપુર દક્ષિણ વેસ્ટ બેઠક પરથી ટિકિટ આપી છે.