Congress : રાહુલ અધવચ્ચે જ છોડી દેવાના હતાં ભારત જોડો યાત્રા, કોંગી નેતાનો જ ધડાકો
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાની કમાન કોંગ્રેસના અન્ય નેતાને સોંપવાના હતા. આ ખુલાસો કોઈ બીજા નહીં પણ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પોતે જ કર્યો છે.
Rahul Gandhi Knee Pain: કોંગ્રેસની ભારત જોડો યાત્રા તામિલનાડુના કન્યાકુમારીથી કાશ્મીરમાં તાજેતરમાં પૂર્ણ થઈ ગઈ છે. ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસ દેશમાં પોતાની ખોવાયેલી જમીન પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ યાત્રાની દેશભરમાં ખૂબ ચર્ચા થઈ રહી છે, પરંતુ સાંસદ રાહુલ ગાંધી શરૂઆતથી જ આ યાત્રાને શરૂઆત સાથે જ અધવચ્ચે છોડી દેવાના હતા તેવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાની કમાન કોંગ્રેસના અન્ય નેતાને સોંપવાના હતા. આ ખુલાસો કોઈ બીજા નહીં પણ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પોતે જ કર્યો છે. જાહેર છે કે, રાજકીય પંડિતો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને ઘણી સફળ ગણાવી રહ્યાં છે.
કોંગ્રેસના નેતા વેણુગોપાલે જણાવ્યું હતું કે, યાત્રાની શરૂઆતમાં જ રાહુલ ગાંધીને ઘૂંટણની ગંભીર સમસ્યા ઉભી થઈ હતી જેના કારણે તેમણે યાત્રા અધવચ્ચે જ છોડી દેવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. યાત્રાના સમાપન દરમિયાન રાહુલ ગાંધીએ કાશ્મીરમાં પણ પોતાના ઘૂંટણની સમસ્યા વિશે વાત કરી હતી.
ગાંધીના ઘુંટણનો દુખાવો વધ્યો - વેણુગોપાલ
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, કન્યાકુમારીથી યાત્રા શરૂ થયાના ત્રીજા દિવસે જ્યારે યાત્રા કેરળમાં પ્રવેશી રહી હતી ત્યારે ગાંધીના ઘૂંટણનો દુખાવો વધી ગયો હતો. તેમણે વેણુગોપાલને પણ મોડી રાત્રે ફોન કરીને તેમના ઘુંટણના દુ:ખાવાની ગંભીરતા વિશે જણાવ્યું હતું. ત્યાર બાદ પ્રિયંકા ગાંધીનો ફોન આવ્યો હતો. તેમણે અન્ય વરિષ્ઠ નેતાઓને ઝુંબેશ સોંપવાનું સૂચન કરવાનું પણ વિચાર્યું હતું. કારણ કે આટલી મોટી યાત્રાને આગળ વધારવી અને પુર્ણ કરવી અનિવાર્ત્ય બની હતી.
તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી વિના કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ માટે આ યાત્રા અકલ્પ્ય હતી. જોકે, રાહુલ ગાંધીના ઘૂંટણનો દુ:ખાવો ફિઝિયોથેરાપીથી સારો થઈ ગયો હતો. ભારત જોડો યાત્રાએ 75 જિલ્લાઓ, 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 136 દિવસમાં 4,000 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું.
Rahul Gandhi: 3000 કિલોમીટરની પદયાત્રા કરવાથી દાઢી વધે પણ બુદ્ધિ નહીં, હર્ષ સંઘવીનો રાહુલ ગાંધી પર કટાક્ષ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા થોડા દિવસ પહેલા જ પૂરી થઈ હતી. જેમાં તેઓ 3 હજાર કિલોમીટર ચાલ્યા હતા. આ દરમિયાન અનેક જાણીતા લોકો તેમની સાથે જોડાયા હતા. રાહુલ ગાંધી પર ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતું ટ્વિટ કર્યુ હતું. હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, હવે એક વાત "કન્ફર્મ" છે...! જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ...!!