શોધખોળ કરો

મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન

મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપમાં અત્યાર સુધી લગભગ 2000 લોકો માર્યા ગયા છે

મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપમાં અત્યાર સુધી લગભગ 2000 લોકો માર્યા ગયા છે. ચીની મીડિયાના અહેવાલ અનુસાર, મ્યાનમારમાં ભૂકંપમાં ધરાશાયી થયેલી ઇમારતોમાં ફસાયેલા ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મ્યાનમાર અને થાઇલેન્ડમાં રાહતબચાવકર્મીઓ ફસાયેલ જીવિત લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી સિન્હુઆએ કહ્યું હતું કે સોમવારે વહેલી સવારે માંડલેમાં કાટમાળમાંથી બચાવાયેલા લોકોમાં એક ગર્ભવતી મહિલા અને એક છોકરીનો સમાવેશ થાય છે. માંડલે શુક્રવારે આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપના કેન્દ્રબિંદુની નજીક છે. ભૂકંપે મ્યાનમારમાં મોટા પાયે વિનાશ વેર્યો હતો અને પાડોશી થાઇલેન્ડમાં પણ ભૂકંપના કારણે કેટલાક લોકોના મોત થયા છે.

ચીન, ભારત અને થાઇલેન્ડે મ્યાનમારમાં રાહત સામગ્રી અને ટીમો મોકલી છે. સાથે સાથે મલેશિયા, સિંગાપોર અને રશિયાએ રાહત સામગ્રી અને બચાવકર્મીઓ મોકલ્યા છે. સિન્હુઆએ કહ્યું હતું કે ચીન સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમના પ્રથમ ટીમના વડા યૂ શિને કહ્યું હતું કે  તેનાથી કોઇ ફરક નથી પડતો કે અમે કેટલા સમય સુધી કામ કરીએ છીએ. સૌથી મહત્વની બાબત એ છે કે આપણે સ્થાનિક લોકોમાં આશા લાવી શકીએ છીએ.

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં સોમવારે ક્રેન અને ડોગ સ્નિફર્સનો ઉપયોગ કરીને કટોકટીના ક્રૂએ ઇમારતના કાટમાળ નીચે દટાયેલા માનવામાં આવતા 76 લોકોની શોધ ચાલુ રાખી હતી. બેંગકોકના ગવર્નર Chadchart Sittipuntએ જણાવ્યું હતું કે લોકોને જીવતા શોધવા માટે બચાવકર્તાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. સર્ચ ઓપરેશન 72 કલાક પછી પણ ચાલુ રહેશે કારણ કે તુર્કીમાં એક અઠવાડિયાથી ફસાયેલા લોકો બચી ગયા છે.

તેમણે કહ્યું કે કાટમાળના મશીન સ્કેનથી જાણવા મળ્યું છે કે હજુ પણ લોકો નીચે જીવિત હોઈ શકે છે અને તેમના સ્થાનો શોધવા માટે સ્નિફર ડોગની મદદ લેવામાં આવી રહી છે. રવિવારે થાઈલેન્ડનો સત્તાવાર મૃત્યુઆંક 18 હતો, પરંતુ ધરાશાયી થયેલી ઇમારતના સ્થળે વધુ બચાવ કામગીરી ન થાય તો તે વધી શકે છે.

મ્યાનમારમાં રાજ્ય મીડિયાએ જણાવ્યું હતું કે રવિવાર સુધીમાં ઓછામાં ઓછા 1700 લોકોના મૃત્યુની પુષ્ટી કરવામાં આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલે લશ્કરી શાસકને ટાંકીને અહેવાલ આપ્યો છે કે મ્યાનમારમાં મૃત્યુઆંક 2,028 પર પહોંચી ગયો છે. રોઇટર્સ તાત્કાલિક નવા મૃત્યુઆંકની પુષ્ટી કરી શક્યું નથી. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે તે મધ્ય મ્યાનમારમાં બચી ગયેલા લોકો માટે રાહત પુરવઠો પહોંચાડી રહ્યું છે.

અમેરિકાએ "મ્યાનમાર સ્થિત માનવતાવાદી સહાય સંસ્થાઓ દ્વારા" 2 મિલિયન ડોલરની સહાયનું વચન આપ્યું છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ વહીવટ હેઠળ મોટા પાયે કાપ મુકી રહેલા USAID ની એક ટીમ મ્યાનમારમાં તૈનાત કરવામાં આવી રહી છે. એક બળવાખોર જૂથે કહ્યું કે ભૂકંપ પછી મ્યાનમારનું  સૈન્ય હજુ પણ ગામડાઓ પર હવાઈ હુમલા કરી રહી છે અને સિંગાપોરના વિદેશ મંત્રીએ રાહત પ્રયાસોમાં મદદ કરવા માટે તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી. 55 મિલિયન વસ્તી ધરાવતા દેશમાં પુલ, હાઇવે, એરપોર્ટ અને રેલવે સહિત મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget