શોધખોળ કરો

નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ

Toll tax Increase:નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 તારીખથી વધારો લાગૂ થશે, ટોલ ટેક્સમાં 5થી 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Toll tax Increase: ઉલ્લેખનિય છે કે, નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂપિયા. પાંચથી 40 સુધીનો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગૂ કરાશે. આગામી 1 એપ્રિલથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મુસાફરી કરનારા વાહનચાલકોને હવે વધુ ટોલ ચૂકવવો પડશે. નવા ભાવ મુજબ, કાર અને જીપ જેવા વાહનો માટે હાલના ₹135ના બદલે હવે ₹140 ટોલ ચૂકવવો પડશે. આ જ રીતે, બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે ટોલની કિંમત ₹465થી વધીને ₹480 થશે.

અમદાવાદ-વડોદરા વચ્ચેના નેશનલ હાઇવે 48 પર પણ ટોલના દરમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી આણંદ સુધી કારમાં મુસાફરી કરવા માટે હવે ₹50ના બદલે ₹55 ટોલ ચૂકવવો પડશે, જ્યારે વડોદરાથી નડિયાદ સુધીનો ટોલ ₹70થી વધીને ₹75 થશે. આ ઉપરાંત, રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર અને જીપ માટે ટોલની કિંમત ₹110 થઈ જશે, જ્યારે વાસદથી વડોદરા સુધી કાર અને જીપ માટે હવે ₹160 ટોલ લેવામાં આવશે. ભરથાણા ટોલપ્લાઝા પર પણ કાર અને જીપની ટોલ ફી ₹155થી વધીને ₹160 થઈ જશે.

આમ, 1 એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર ટોલના ભાવમાં વધારો થવાથી વાહનચાલકોના મુસાફરી ખર્ચમાં વધારો થશે, જે મોંઘવારીના સમયમાં તેમના માટે વધુ એક બોજ સાબિત થઈ શકે છે. આ નવા ટોલના દર આગામી નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ લાગુ થઈ જશે

અમદાવાદ - વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે  ટોલ ટેક્સમાં વધારો થતાં હવે કાર-જીપ ચાલકે રૂપિયા 135ના બદલે 140 રૂપિયા, રિટર્નમાં રૂપિયા 205ના બદલે રૂપિયા 215, એલસીવીના રૂપિયા 220ના બદલે 230, રિટર્નમાં રૂપિયા 330ના બદલે રૂપિયા 345 અને બસ-ટ્રકના ચાલકે રૂપિયા 465ના બદલે રૂપિયા 480 અને રિટર્નમાં 720ના બદલ 760 રૂપિયા પડશે. 

નવસારીના બોરિયાચ ટોલ ટેક્સ પર ટોલમાં પણ વધારો લાગુ થશે. બોરિયાચમાં માત્ર સાડા ચાર મહિના બાદ ફરી ટોલ ટેક્સમાં વધારો થયો છે. લાઈટ મોટર વ્હીકલના 115ની જગ્યાએ 120 રૂપિયા ચૂકવવાના રહેશે. કોમર્શિયલ વ્હીકલના 190ની જગ્યાએ 195 રૂપિયા ચૂકવવાના રહેશે.બસ અને ટ્રકના 395ની જગ્યાએ 410 ચૂકવવાના રહેશે.મલ્ટી એક્સલ વાહનોના 620ની જગ્યાએ 640 ચૂકવવાના રહેશે,મોટા વાહનોના 755ની જગ્યાએ 780 ચૂકવવાના રહેશે.

અન્ય કઈ જગ્યાએ ટોલ ટેક્સમાં વધારો થયો

કરનાલના ઘરૌંડા ટોલ પ્લાઝાની. અહીં ટોલના ભાવમાં 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવા દર મુજબ, હવે કાર, જીપ અને વેન માટે એક તરફનો ટોલ 195 રૂપિયા હશે, જ્યારે આવવા-જવાનો ટોલ 290 રૂપિયા રહેશે. આ ઉપરાંત, માસિક પાસ માટે તમારે હવે 6425 રૂપિયા ચૂકવવા પડશે. ઘરૌંડા ટોલના દરમાં વધારો થવાથી દિલ્હીથી ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર તરફ જતા વાહનોને સીધી અસર થશે.

ફરિદાબાદ અને પલવલ વચ્ચે આવેલા ગદપુરી ટોલ પ્લાઝા પર પણ ટોલના દરમાં 5 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં કાર દ્વારા એક તરફનો ટોલ 120 રૂપિયા વસૂલવામાં આવે છે, જે આજથી 5 રૂપિયા વધીને 125 રૂપિયા થશે. તે જ સમયે, આવવા-જવા માટે તમારે 180 રૂપિયાના બદલે 185 રૂપિયા ચૂકવવા પડશે. વ્યાપારી વાહનો માટે એક તરફનો ટોલ 190 રૂપિયાથી વધીને 195 રૂપિયા અને બંને તરફનો ટોલ 280 રૂપિયાથી વધીને 290 રૂપિયા થશે.

ગુરુગ્રામમાં આવેલા ખેડકી દૌલા ટોલ પર પણ વાહનચાલકોને હવે 5 રૂપિયા વધુ ચૂકવવા પડશે. અહીં ખાનગી કાર, જીપ અને વેન માટે ટોલ 85 રૂપિયા, લાઇટ મોટર વ્હીકલ અને મીની બસ માટે 125 રૂપિયા અને બસ તથા ટ્રક (2XL) માટે 255 રૂપિયા રહેશે. વ્યાપારી કાર, જીપ અને વાન માટે માસિક પાસ 1255 રૂપિયા, લાઇટ મોટર વ્હીકલ અને મીની બસ માટે 1850 રૂપિયા અને બસ તથા ટ્રક (2XL) માટે 3770 રૂપિયા રહેશે.

મહેન્દ્રગઢમાં હાઇવે નંબર 148B પર સિરોહી બહાલી નંગલ ચૌધરી અને હાઇવે નંબર 152D પર નારનૌલમાં જાટ ગુવાના ખાતેના ટોલના દરોમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.દિલ્હી-પટિયાલા નેશનલ હાઈવે પર જીંદમાં આવેલા ખટકર ટોલ પ્લાઝા પર પણ ટોલના ભાવમાં 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધીનો વધારો થયો છે. હાલમાં ખટકર ટોલ પર કાર, જીપ અને વાન માટે એક તરફનો ટોલ 120 રૂપિયા અને બંને તરફનો ટોલ 180 રૂપિયા છે. આજથી કાર, જીપ અને વાન માટે એક તરફનો ટોલ 125 રૂપિયા અને બંને તરફનો ટોલ પણ 185 રૂપિયા થશે. હળવા વ્યાપારી વાહનો માટેનો ટોલ બંને તરફનો 290 રૂપિયાથી વધીને 300 રૂપિયા થશે, જ્યારે બસ અને ટ્રક માટે એક તરફનો ટોલ 405 રૂપિયાથી વધીને 420 રૂપિયા થશે. ઝજ્જર જિલ્લામાં આવેલા કુલ 5 ટોલમાંથી 2 કેએમપી એક્સપ્રેસ વે પર બદલી અને મંડોથી ખાતે આવેલા છે અને અહીંથી પસાર થવા પર પણ વાહનચાલકોને હવે વધુ ટોલ ચૂકવવો પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Gujarat Fertilizer Scam : ખાતરમાં ગેરરીતિ મામલે મોટો ધડાકો , જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Next Gen GST Reforms: ઓનલાઈન ગેમિંગથી લઈને AC-સિગારેટ સુધી... જીએસટી સુધારા બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું? જાણો વિગતે
Mumbai Red Alert Heavy Rainfall:  મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર
Mumbai Red Alert Heavy Rainfall: મુંબઇમાં મૂશળધાર, રસ્તા જળમગ્ન, હાઇટાઇડનો ખતરો, રેડ એલર્ટ જાહેર
Ahmedabad: અમદાવાદ શહેરમાં 31 PIની આંતરિક બદલી, જાણો કોને સોંપાઈ કઈ જવાબદારી?
Ahmedabad: અમદાવાદ શહેરમાં 31 PIની આંતરિક બદલી, જાણો કોને સોંપાઈ કઈ જવાબદારી?
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાના વોશરૂમમાંથી મળ્યો ફોન, સફાઈકર્મીની ધરપકડ, પાંચ વીડિયો મળ્યા
સુરતના પીપલોદમાં કે.ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાના વોશરૂમમાંથી મળ્યો ફોન, સફાઈકર્મીની ધરપકડ, પાંચ વીડિયો મળ્યા
Embed widget